Home> Sports
Advertisement
Prev
Next

સિસ્કો 2025 સુધી 10 લાખ વિદ્યાર્થીઓને ડિજિટલ સ્કિલમાં આપશે ટ્રેનિંગ

સિસ્કો 2025 સુધી 10 લાખ વિદ્યાર્થીઓને ડિજિટલ સ્કિલમાં આપશે ટ્રેનિંગ

નવી દિલ્હીઃ અમેરિકાની નેટવર્કિંગ કંપની સિસ્કો 2025 સુધી ભારતમાં 10 લાખ વિદ્યાર્થીઓને ડિજિટલ ક્ષેત્રની ટ્રેનિંગ આપશે. કંપનીએ મંગળવારે આ જાણકારી આપી હતી. કંપની પોતાની યૂનિટ સિસ્કો નેટવર્કિંગ એકેડમીના માધ્યમથી દેશમાં 3.5 લાખથી વધુ લોકોને પહેલા ટ્રેનિંગ આપી ચુકી છે. સિસ્કો ઈન્ડિયા શિખર સંમેલન (સીઆઈએસ), 2019મા સિસ્કોના વરિષ્ઠ ઉપાધ્યક્ષ (આઈટી) અને સીઆઈઓ વીસી ગોપાલરમત્નમે કહ્યું, 'વર્ષ 2016મા અમે 2020 સુધી 2,50,000 વિદ્યાર્થીઓને તાલીમ આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ લક્ષ્યને એક વર્ષ પહેલા હાસિલ કરી લેવામાં આવ્યો હતો.'

fallbacks

તેમણે કહ્યું કે સિસ્કો પોતાની નેટવર્કિંગ એકેડમી કાર્યક્રમનો વિસ્તાર કરી રહ્યું છે. તે હેઠળ 2025 સુધી 10 લાખ ભારતીય વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપવાનું લક્ષ્ય છે. આ કાર્યક્રમના માધ્યમથી સ્કૂલો, કોલેજો, વિશ્વવિદ્યાલયો, વ્યાવસાયિક સંસ્થાઓ, સરકારી એકમો અને બિન સરકારી સંગઠનોને સિસ્કો દ્વારા વિકસિત ઈન્ટરનેટ ઓફ થિંગ્સ આધારિત સિલેબસ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. આ સિલેબસને સંસ્થાઓના શૈક્ષણિક પાઠ્યક્રમમાં જોડી શકાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More