Home> Sports
Advertisement
Prev
Next

'અનફિટ' PAK ક્રિકેટરો પર મિસ્બાહ આક્રમક, બિરયાની અને મિઠાઇ ખાવા પર લગાવ્યો પ્રતિબંધ

વિશ્વ કપમાં ભારત વિરુદ્ધ પરાજયનો સામનો કર્યા બાદ પાકિસ્તાનના પ્રશંસકોએ પણ પોતાના ખેલાડીઓની ફિટનેસ પર સવાલ ઉઠાવ્યા હતા. 

'અનફિટ' PAK ક્રિકેટરો પર મિસ્બાહ આક્રમક, બિરયાની અને મિઠાઇ ખાવા પર લગાવ્યો પ્રતિબંધ

કરાચીઃ પાકિસ્તાનના નવા મુખ્ય કોચ મિસ્બાહ ઉલ હકે (Misbah Ul Haq) પોતાની ટીમની ફિટનેસને વધારવા માટે ખેલાડીઓને બિરયાની અને મિઠાઇઓ ખાવાની ના પાડી છે. વિશ્વ કપમાં ભારત સામે હારનો સામનો કર્યાં બાદ પાકિસ્તાનના પ્રશંસકોએ પણ પોતાના ખેલાડીઓની ફિટનેસ પર સવાલ ઉઠાવ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં એક પ્રશંસકે કહ્યું હતું કે, મેચ પહેલા આ બધા ખેલાડી પિત્ઝા અને બર્ગર ખાતા રહ્યાં, જેના કારણે તે ફીલ્ડ પર ધીમા જોવા મળ્યા હતા. 

fallbacks

રિપોર્ટ પ્રમાણે, મિસ્બાહે રાષ્ટ્રીય કેમ્પ અને ડોમેસ્ટિકમાં ખેલાડીઓની ડાઇટમાં ફેરફાર કરવાનું કહ્યું છે, જેથી ટીમમાં નવું ફિટનેસ કલ્ચર લાવી શકાય. તેણે ખેલાડીઓને બિરયાની અને મિઠાઇ ખાવાની ના પાડી છે. 

પાકિસ્તાનના પત્રકાર સાજ સાદિકે ટ્વીટ કર્યું, 'અહેવાલો અનુસાર, મિસ્બાહ ઉલ હકે ડોમેસ્ટ્રિક અને રાષ્ટ્રીય કેમ્પમાં ખેલાડીઓ માટે આહાર અને પોષણની યોજનામાં ફેરફાર કર્યો છે. હવે ખેલાડીઓને બિરયાની અને મિઠાઇઓ મળશે નહીં.'

અમને ઓસ્ટ્રેલિયામાં એશિઝ સિરીઝમાં વિજયી બનાવશેઃ બેન સ્ટોક્સ 

મિસ્બાહ અને વકાર યૂનિસના માર્ગદર્શનમાં પોતાની પ્રથમ સિરીઝમાં પાકિસ્તાનનો સામનો શ્રીલંકા સામે થશે. પાકિસ્તાન પોતાના ઘરમાં શ્રીલંકા વિરુદ્ધ 27 સપ્ટેમ્બરથી 9 ઓક્ટોબર વચ્ચે ત્રણ ટી20 અને ત્રણ વનડે મેચોની સિરીઝ રમશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More