Home> Sports
Advertisement
Prev
Next

કોમનવેલ્થ ગેમ્સમાં સામેલ થયું ક્રિકેટ, ICCએ કરી જાહેરાત

આઈસીસીએ પોતાની અખબારી યાદીમાં કહ્યું, 'સીજીએફ સભ્યો દ્વારા હજુ તેના પર મંજૂરી આપવાની બાકી છે. આ નિર્ણય માટે ઈસીબી અને આઈસીસીના પ્રયાસ સામેલ છે

કોમનવેલ્થ ગેમ્સમાં સામેલ થયું ક્રિકેટ, ICCએ કરી જાહેરાત

નવી દિલ્હીઃ કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશને ક્રિકેટને રાષ્ટ્રમંડળ ગેમ્સમાં સામેલ કર્યું છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) અને ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)એ કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન એટલે કે CGFના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. 2022મા બર્મિંઘમમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા ક્રિકેટ ટીમ રમશે. 

fallbacks

મહિલા ક્રિકેટ 2022મા બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેશે. રાષ્ટ્રમંડળ રમત મહાસંઘની કાર્યકારી બોર્ડની બેઠકમં ગુરૂવારે તેની ઉમેદવારી કરવામાં આવી હતી. મહત્વનું છે કે આ પહેલા એશિયન ગેમ્સમાં પણ ક્રિકેટને સામેલ કરવામાં આવ્યું છે. 

આઈસીસીએ પોતાની અખબારી યાદીમાં કહ્યું, 'સીજીએફ સભ્યો દ્વારા હજુ તેના પર મંજૂરી આપવાની બાકી છે. આ નિર્ણય માટે ઈસીબી અને આઈસીસીના પ્રયાસ સામેલ છે જેણે મહિલા ક્રિકેટને રાષ્ટ્રમંડળ ગેમ્સ કાર્યક્રમનો ભાગ બનાવવા માટે ઘણી મહેનત કરી છે.'

ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી માત્ર એક વાર વર્ષ 1998 રાષ્ટ્રમંડળ ગેમ્સમાં ક્રિકેટ સામેલ કર્યું છે, જેમાં આફ્રિકાની ટીમ ટોપ પર રહી હતી. આ વાતને લઈને આઈસીસીનામુખ્ય કાર્યકારી મનુ સાહનીએ કહ્યું, અમે મહિલા ક્રિકેટને બર્મિંઘમ રમત 2022મા સામેલ કરવાની રજૂઆતનું સ્વાગત કરીએ છીએ. હું સીજીએફ અને બર્મિંઘમ 2022મા તમામને ધ્નયવાદ આપુ છું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More