Home> Sports
Advertisement
Prev
Next

Commonwealth Games: MS ધોનીને પછાડી આગળ નીકળી હીલી, પહેલી જ મેચમાં બનાવ્યો રેકોર્ડ

Commonwealth Games 2022: કોમનવેલ્થ ગેમ્સમાં પહેલીવાર મહિલા ક્રિકેટ મેચ રમાઈ રહી છે. પહેલી જ મેચમાં ઓસ્ટ્રેલિયાની એલિસા હીલીએ મોટું કારનામું કરી દેખાળ્યું, જે પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોની પણ કરી શક્યા નહીં.

Commonwealth Games: MS ધોનીને પછાડી આગળ નીકળી હીલી, પહેલી જ મેચમાં બનાવ્યો રેકોર્ડ

Commonwealth Games 2022: કોમનવેલ્થ ગેમ્સમાં પહેલીવાર મહિલા ક્રિકેટ મેચ રમાઈ રહી છે. પહેલી મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહી છે. કેપ્ટન હરમનપ્રીત કોરની અર્ધસદીના દમ પર ભારતીય ટીમે પહેલી રમતમાં 8 વિકેટના નુકસાન પર 154 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયાની વિકેટકીપર એલિસા હીલીએ ભારતીય ઇનિંગની ચોથી ઓવરમાં સ્મૃતિ મંધાનાનો કેચ પકડ્યો. આ રીતે તે પુરૂષ અથવા મહિલા ક્રિકેટમાં 100 વિકેટ લેનાર પહેલી વિકેટકીપર બની ગઈ છે. પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોની પણ તે કરી શક્યા નથી.

fallbacks

32 વર્ષની એલિસા હીલી કરિયરની 128 માં ટી20 ઇન્ટરનેશન મેચ રમી રહી છે. તેણે મેચમાં શેફાલી વર્માનો પણ કેચ પકડ્યો હતો. તે અત્યાર સુધીમાં 47 કેચ અને 54 સ્ટંપ કરી ચુકી છે. આ રીતે તેણે કુલ 101 વિકેટ લીધી છે. તે એક મેચમાં 4 વિકેટ પણ લઈ ચુકી છે. એમએસ ધોની આ મામલે બીજા નંબર છે. તેમણે 98 મેચમાં 91 વિકેટ લીધી છે. જેમાં 54 કેસ અને 34 સ્ટંપિગ કર્યું. ઇંગ્લેન્ડના પૂર્વ મહિલા વિકેટકીપર સારાહ ટેલર ઓવરઓલ ત્રીજા નંબરે છે. જેમણે 88 મેચમાં 74 વિકેટ લીધી છે. 23 કેસ અને 51 વખત સ્ટંપિગ કર્યું છે.

તમે પ્રેત કલ્યાણમ વિશે સાંભળ્યું છે? જેમાં થાય છે મૃત્યુ પામેલા વર અને કન્યાના લગ્ન

એલિસા હીલીનો ક્રિકેટથી ખુબ જ નજીકનો સંબંધ છે. તેના પતિ મિચેલ સ્ટાર્ક પુરૂષ ટીમના દિગ્ગજ બોલરોમાંથી એક છે. હીલીએ આ મેચ પહેલા 127 ટી20 ઇન્ટરનેશનલમાં 24 ની સરેરાશથી 2159 રન બનાવ્યા છે. એક સદી અને 12 અર્ધસદી ફટકારી છે. નાબાદ 148 રનની બેસ્ટ ઇનિંગ રમી છે. કોમનવેલ્થ ગેમ્સની વાત કરીએ તો 8 ટીમોને સામેલ કરવામાં આવી છે. તેમને 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. દરેક ગ્રુપની ટોપ-2 ટીમ સેમીફાઈનલમાં જશે. ભારતના ગ્રુપમાં 2 અન્ય ટીમ પાકિસ્તાન અને બારબાડોસ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More