Home> Sports
Advertisement
Prev
Next

CWG 2022: કોમનવેલ્થ ગેમ્સની મેડલ વિજેતાએ કેજરીવાલ સામે વ્યક્ત કરી નારાજગી, જાણો શું ક્યું

Commonwealth Games 2022: કોમનવેલ્થ ગેમ્સ 2022 માં બ્રોન્ઝ મેડલ જીતનાર એક મહિલા પહેલવાને ટ્વીટ કરી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે નારાજગી વ્યક્ત કરી છે.

CWG 2022: કોમનવેલ્થ ગેમ્સની મેડલ વિજેતાએ કેજરીવાલ સામે વ્યક્ત કરી નારાજગી, જાણો શું ક્યું

Divya Kakran, Commonwealth Games: બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સ ના 22 માં એડિશનમાં ભારતીય પહેલવાનનો દબદબો જોવા મળ્યો છે. ભારતીય પહેલવાનોએ 6 ગોલ્ડ સહિત કુલ 12 મેડલ પોતાના નામે કર્યા છે. આ શાનદાર રમત બાદ ભારતની તમામ મોટી હસ્તિઓ આ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી રહ્યા છે. પરંતુ આ મેડલ વિજેતા પહેલવાનોમાંથી એકે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામ નારાજગી વ્યક્ત કરી અને ટ્વીટ કરી પોતાની વાત જણાવી છે.

fallbacks

આ મહિલા પહેલવાને વ્યક્ત કરી નારાજગી
કોમનવેલ્થ ગેમ્સ 2022 માં 68 કિલોગ્રામ વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીતનાર મહિલા પહેલવાન દિવ્યા કાકરાને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે નારાજગી વ્યક્ત કરી છે. દિવ્યાએ ફ્રીસ્ટાઈલ 68 કિગ્રામાં ટાઈગર લિલી કોકર લેમાલિયરને માત્ર 30 સેકન્ડમાં હરાવી બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. આ જીત બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ દિવ્યા કાકરાનને શુભેચ્છા પાઠવી હતી. હવે દિવ્યાએ અરવિંદ કેજરીવાલને શુભેચ્છાની પ્રતિક્રિયા આપતા પોતાની વાત જણાવી હતી.

મેડલોની હાફ સેન્ચ્યુરી નજીક ભારત, કઈ ગેમ્સમાં કયા ખેલાડીએ જીત્યો કયો મેડલ; જુઓ લિસ્ટ

દિવ્યા કાકરાને ટ્વીટ કરી કહી આ વાત
2018 માં આયોજીત એશિયન ગેમ્સમાં પણ દિવ્યા કાકરાને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો અને આ વખતે તેનો આ શાનદાર ખેલ જોવા મળ્યો. દિવ્યા કાકરાને ટ્વીટ કરી લખ્યું- મેડલની શુભેચ્છા આપવા પર દિલ્હીના માનનીય મુખ્યમંત્રી જીનો આભાર... મારું તમને એક નિવેદન છે કે, હું છેલ્લા 20 વર્ષથી દિલ્હીમાં રહું છું અને અહીં જ કુસ્તીનો અભ્યાસ કરું છું. પરંતુ અત્યાર સુધી મને રાજ્ય સરકાર તરફથી ઈનામની કોઈ રકમ આપવામાં આવી નથી અને કોઈ મદદ પણ કરવામાં આવી નથી. હું તમને એટલું નિવેદન કરું છું કે, જે રીતે તમે અન્ય ખેલાડીઓનું સન્માન કરો છો, જે લોકો દિલ્હીના હોવા છતાં અન્ય રાજ્યમાંથી રમે છે, તે રીતે મારું પણ સન્માન થવું જોઈએ.

મેડલનો વરસાદ... બોક્સિંગમાં ટીમ ઇન્ડિયાની ગોલ્ડન હેટ્રિક, નિખત ઝરીને જીત્યો ગોલ્ડ

2018 માં પણ કરી હતી ફરિયાદ
આ પહેલી વખત નથી જ્યારે દિવ્યા કાકરાને ટ્વીટ કરી પોતાની નારાજગી વ્યક્ત કરી છે. આ પહેલા પણ વર્ષ 2018 માં એશિયન ગેમ્સમાં જ્યારે દિવ્યા કાકરાન બ્રોન્ઝ મેડલ લઇને આવી હતી ત્યારે તેણે ટ્વીટ કરી લખ્યું હતું કે, મેં 19 વર્ષની ઉંમરે દેશને ગોલ્ડ મેડલ અપાવ્યો અને સતત દિલ્હીને 12 મેડલ આપ્યા. તમે કહ્યું હતું કે, મને ભવિષ્યમાં મદદ મળશે પરંતુ એવું કંઈ થયું નહીં. દિવ્યા કાકરાન પહેલવાનોના પરિવારમાંથી આવે છે. દિવ્યાના બે ભાઈ છે અને બંને ભાઈ પહેલવાની કરે છે. ત્યારે પિતા સૂરજ પણ પહેલવાન છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More