Home> Sports
Advertisement
Prev
Next

Covid-19: ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝ પર સંકટના વાદળ છવાયા, ટીમ ઈન્ડિયાના 2 ખેલાડી કોરોના પોઝિટિવ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 4  ઓગસ્ટથી પાંચ મેચોની હાઈ પ્રોફાઈલ ટેસ્ટ સિરીઝ રમાવવાની છે. પરંતુ તે પહેલા જ એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝ પર જોખમ તોળાઈ રહ્યું છે. વાત જાણે એમ છે કે ટીમ ઈન્ડિયાના બે ખેલાડી કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાંથી એક આઈસોલેશનમાં છે જો કે asymptomatic છે. 

Covid-19: ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝ પર સંકટના વાદળ છવાયા, ટીમ ઈન્ડિયાના 2 ખેલાડી કોરોના પોઝિટિવ

નવી દિલ્હી: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 4  ઓગસ્ટથી પાંચ મેચોની હાઈ પ્રોફાઈલ ટેસ્ટ સિરીઝ રમાવવાની છે. પરંતુ તે પહેલા જ એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝ પર જોખમ તોળાઈ રહ્યું છે. વાત જાણે એમ છે કે ટીમ ઈન્ડિયાના બે ખેલાડી કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાંથી એક આઈસોલેશનમાં છે જો કે asymptomatic છે. 

fallbacks

ANI ની ખબર મુજબ કોરોના પોઝિટિવ મળી આવ્યા બાદ તે ક્રિકેટરોને આઈસોલેટ કરી દેવાયા છે. જો કે સંક્રમિત ખેલાડીઓની સંખ્યા હજુ વધી શકે છે. આ  ક્રિકેટર્સે હાલમાં જ ટીમ મેનેજમેન્ટને ગળામાં દુખાવાની ફરિયાદ કરી હતી. ત્યારબાદ તેમનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાં તેઓ સંક્રમિત જણાયા. હાલ ખેલાડી ઈંગ્લેન્ડમાં ક્વોરન્ટિન થયા છે. 

ટીમ ઈન્ડિયાના બે ખેલાડી  કોરોના પોઝિટિવ
મળતી માહિતી મુજબ આ ક્રિકેટર્સના સંપર્કમાં આવેલા અન્ય ભારતીય ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને પણ 3 દિવસ માટે આઈસોલેશનમાં મોકલી દેવાયા હતા. જેનો સમય હવે પૂરો થઈ ગયો છે. હાલ સંક્રમિત ખેલાડીઓ ડહરમમાં ટીમના કેમ્પનો  ભાગ બનશે નહીં. જો કે જે બે ખેલાડીઓ કોરોનો પોઝિટિવ આવ્યા હતા તેમાંથી એક રિકવર થઈ ગયો છે જ્યારે બીજા ખેલાડીનો જલદી ટેસ્ટ કરાશે. 

fallbacks

કોરોના છતા સતત ઘૂમી રહ્યા છે ભારતીય ખેલાડીઓ
અત્રે જણાવવાનું કે ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ વર્લ્ડ ચેમ્પિયનશીપની ફાઈનલમાં હાર બાદથી ટીમ ઈન્ડિયા ત્રણ અઠવાડિયાના  બ્રેક પર છે. આ દરમિયાન ભારતીય ખેલાડીઓ ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડના અલગ અલગ શહેરોમાં ઘૂમી રહ્યા હતા. આ દરમિયાન આ ખેલાડીઓ કોરોનાની ચપેટમાં આવ્યા હોવાની આશંકા વ્યકત કરાઈ રહી છે. ભારતીય મેનેજમેન્ટે હાલ આ ખેલાડીઓના નામનો ખુલાસો કર્યો નથી. 

પરિવાર સાથે ઘૂમી રહ્યા હતા વિરાટ અને રોહિત
રિપોર્ટ્સ મુજબ જે ખેલાડીઓ સંક્રમિત થયા છે તેઓ તાજેતરમાં ઈંગ્લેન્ડમાં ભીડભાડવાળા વિસ્તારોમાં ઘૂમતા નજરે ચડ્યા હતા. વર્લ્ડ ચેમ્પિયનશીપની ફાઈનલમાં હાર બાદ કેપ્ટન વિરાટ કોહલી, રોહિત શર્મા, ઈશાંત શર્મા ઉપરાંત અનેક ખેલાડીઓ બહાર ઘૂમતા જોવા મળ્યા હતા. આ ખેલાડીઓએ સોશિયલ મીડિયા પર તસવીરો પણ શેર કરી હતી. 

પહેલી ટેસ્ટ મેચ 4 ઓગસ્ટથી બર્મિંઘમમાં
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પહેલી ટેસ્ટ મેચ 4 ઓગસ્ટથી 8 ઓગસ્ટ સુધી નોર્ટિંઘમના ટ્રેન્ટ બ્રિજ મેદાન પર રમાશે. ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડના હાથે સજ્જડ હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે જ ભારતનું મોટી આઈસીસી ટુર્નામેન્ટ જીતવાનું સપનું તૂટી ગયું. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પર સવાલ ઉઠવાના શરૂ થઈ ગયા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More