ICC Scam: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ICCને મોટું નુકસાન થયું છે. સમગ્ર મામલાની વાત કરીએ તો, ICC સાથે 2.5 મિલિયન ડોલરનું કૌભાંડ થયું છે. આ અંગે અમેરિકન તપાસ એજન્સીને ફરિયાદ કરવામાં આવી છે. સાથે જ તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. હાલ આરોપીની શોધખોળ ચાલુ છે. જોકે, આને ICC માટે એક મોટા આંચકા તરીકે જોવામાં આવી રહ્યું છે.
ટીમ ઈન્ડિયાને મેચ ફીના 60 ટકા દંડ ફટકારાયો
ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાના બોલરોએ ધીમી ઓવર રેટથી બોલિંગ કરી હતી. આ બાબતને ધ્યાનમાં લેતા મેચ રેફરી જવાગલ શ્રીનાથે ટીમ ઈન્ડિયાને મેચ ફીના 60 ટકા દંડ ફટકાર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રણ વનડે સીરીઝની પ્રથમ મેચ 18 જાન્યુઆરીએ હૈદરાબાદમાં રમાઈ હતી. આ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સમાં ધીમી ઓવર રેટથી બોલિંગ કરી હતી.
મૌકા...મૌકા...! ભારત-પાકિસ્તાનના મહામુકાબલા માટે મંચ તૈયાર, જાણો મેચ અંગેની માહિતી
આ દેશમાં દીકરીનો જન્મ ન થવો જોઈએ, ફરી ભાવુક થઈ વિનેશ ફોગાટ, PM પાસે માંગ્યો ન્યાય
વિશ્વ વિજેતા કેપ્ટનની ગર્લફ્રેન્ડે જાહેરમાં ધોલાઈ કરી, તમે પણ જુઓ વીડિયો
ICCના નિયમો શું છે?
ICC આચાર સંહિતાની કલમ 2.22 અનુસાર, ખેલાડીઓ નિર્ધારિત સમયમાં બોલિંગ કરવામાં નિષ્ફળ જાય તો તેમની પ્રત્યેક ઓવર માટે તેમની મેચ ફીના 20 ટકા દંડ કરવામાં આવે છે. ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ભારતે નિર્ધારિત સમયમાં ત્રણ ઓવર ઓછી ફેંકી હતી. એટલા માટે ટીમ ઈન્ડિયાને મેચ ફીના 60 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ મેદાન પરના અમ્પાયર અનિલ ચૌધરી અને નીતિન મેનન, થર્ડ અમ્પાયર કેએન અનંતપદ્મનાભન અને ચોથા અમ્પાયર જયરામ મદન ગોપાલ દ્વારા લાદવામાં આવેલા આરોપને સ્વીકારી લીધો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે