Home> Sports
Advertisement
Prev
Next

લોહીના આંસુ પાડ્યા હતા આ કમનસીબ બોલરે, 1 ઓવરમાં આપ્યા 77 રન, નામ જાણીને દંગ રહી જશો

Unique Cricket Records: ક્રિકેટના ઈતિહાસમાં અનેક રેકોર્ડ બન્યા અને તૂટ્યા પરંતુ આ એક શરમજનક રેકોર્ડ હજુ પણ યથાવત છે. તમને જાણીને નવાઈ લાગશે કે એક ઓવરમાં 77 રન બન્યા હતા. 

લોહીના આંસુ પાડ્યા હતા આ કમનસીબ બોલરે, 1 ઓવરમાં આપ્યા 77 રન, નામ જાણીને દંગ રહી જશો

Unique Cricket Records: તમને શું લાગે છે કે એક ઓવરમાં કેટલા રન વધુમાં વધુ બની શકે? સૌથી પહેલા તો મનમાં એ જ આવે કે જો 6 બોલમાં 6 સિક્સર મારે તો 36 રન થાય. પરંતુ શું તમને ખબર છે કે એક ઓવરમાં 6 બોલ પર 77 રન પણ બની ચૂક્યા છે. આ શરમજનક રેકોર્ડ કોણે બનાવ્યો અને ક્યારે બન્યો તે વિગતો પણ  ખાસ જાણવા જેવું છે. 

fallbacks

આ રેકોર્ડ ન્યૂઝીલેન્ડમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં બન્યો હતો. જ્યારે ક્રિકેટના ઈતિહાસની સૌથી મોંઘીદાટ ઓવર નોંધાઈ. ન્યૂઝીલેન્ડ માટે 4 ટેસ્ટ રમનારા બર્ટ વેન્સે આ કારનામાને અંજામ આપ્યો હતો. વેલિંગ્ટનના બર્ટ વેન્સે 20 ફેબ્રુઆરી 1990ના રોજ કૈન્ટરબરી વિરુદ્ધ ફર્સ્ટ  ક્લાસ મેચમાં 22 બોલની ઓવર ફેંકી હતી. કૈન્ટરબરીને 2 ઓવરમાં જીતવા માટે 95 રનની જરૂર હતી. ત્યારે વેન્સે 17 નો બોલ આપીને પોતાની ઓવરમાં 77 રન આપ્યા. ન્યૂઝીલેન્ડના પૂર્વ ક્રિકેટર લી જર્મને ક્રિકેટની એક ઓવરમાં 70 રન કર્યા હતા. આ ક્રિકેટના કોઈ પણ ઓવરમાં બેટર દ્વારા બનાવવામાં આવેલો સર્વશ્રેષ્ઠ સ્કોર હતો. ક્રિકેટની આ ઓવરની કહાની જાણો. 

એક ઓવરમાં આપ્યા 77 રન
ન્યૂઝીલેન્ડ માટે ચાર ટેસ્ટ રમારા પૂર્વ ક્રિકેટર બર્ટ વેન્સનું નામ ક્રિકેટ ઈતિહાસમાં સૌથી મોંઘી ઓવર ફેંકનાર ખેલાડી તરીકે નોંધાયેલું છે. તેમણે પોતાની એક ઓવરમાં 77 રન આપ્યા હતા. વર્ષ 1990માં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં કૈન્ટરબેરીના ખેલાડી લી જર્મને એક જ ઓવરમાં તાબડતોડ અંદાજમાં 70 રન કર્યા. જ્યારે તેમના સાથી ખેલાડી રોજર ફોર્ડે 5 રન કર્યા હતા. બર્ટ વેન્સે આ ઓવરમાં કુલ 22 બોલ ફેંક્યા. 

બર્ટ વેન્સ દ્વારા ફેકાયેલી ઓવર આ પ્રકારની હતી. 
વેન્સની ઓવરના બોલ પર બનેલા રન...0,4,4,4,6,6,4,6,1,4,1,0,6,6,6,6,6,0,0,4,0,1

મેચમાં થયો હતો આ મોટો ચમત્કાર
આ ઘટના ક્રાઈસ્ટચર્ચમાં કૈન્ટરબરી વિરુદ્ધ વેલિંગ્ટનના શેલ ટ્રોફી મેચના અંતિમ દિવસે ઘટી હતી. આ વેલિંગ્ટનની સીઝનની છેલ્લી રમત હતી અને તેમણે પોતાની ઈનિંગ જાહેર કરીને કૈન્ટરબરીને 59 ઓવરમાં 291 રનનો ટાર્ગેટ આપ્યો હતો. કૈન્ટરબરીની શરૂઆત ખુબ ખરાબ રહી. તેના 8 વિકેટ ફક્ત 108 રન પર પડી ગયા હતા. જેનાથી બધાને એવું લાગતું હતું કે વેલિંગ્ટન સરળતાથી મેચ જીતી જશે પરંતુ ત્યારબાદ તો પાસુ જ પલટાઈ ગયું. 

બર્ટ વેન્સ કરિયરના અંત નજીક હતા
વેલિંગ્ટનના કેપ્ટન-વિકેટકિપરે એક યોજના ઘડી અને ન્યૂઝીલેન્ડના બેટર બર્ટ વેન્સ જે પોતાની કરિયરના અંત નજીક હતા તેમની પાસે બોલિંગ કરાવી. કેપ્ટનનું માનવું હતું કે જો જર્મન લી અને રોજર ફોર્ડ સરળ બોલિંગ સામે રન કરશે અને ભૂલ કરી બેસશે તો આઉટ થઈ જશે. પરંતુ કેપ્ટનનો આ દાવ ઉલટો પડ્યો. 

22 બોલ ફેંકી 77 રન આપ્યા
બર્ટ વેન્સે ઓવરની શરૂઆત જ ખરાબ કરી. તેમણે સતત નો બોલ ફેંક્યા. પહેલા 17 બોલમાં તેમની ફક્ત એક જ લીગલ બોલ હતો. આ દરમિયાન જર્મન લીએ શાનદાર અંદાજમાં પોતાની સદી પૂરી કરી. વેન્સે આ ઓવરમાં કુલ 22 બોલ ફેંક્યા અને 77 રન આપ્યા. ત્યારબાદ કૈન્ટરબરીની ટીમે અંતિમ ઓવરમાં જીતવા માટે 18 રન કરવાના હતા. જર્મન લીએ પહેલા 5 બોલ પર 17 રન કર્યા. પરંતુ છેલ્લા બોલે તેઓ કોઈ રન કરી શક્યા નહીં અને આખરે મેચ ડ્રો થઈ ગઈ. બર્ટ વેન્સે પોતાની કરિયરમાં 4 ટેસ્ટમાં એક અડધી સદીની મદદથી 207 રન કર્યા જ્યારે 8 વનડેમાં કુલ 248 રન કર્યા. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More