Home> Sports
Advertisement
Prev
Next

સંન્યાસના નિર્ણય બાદ બોલ્યો ગંભીર- આવતા જન્મમાં પણ ક્રિકેટ રમવાનું પસંદ કરીશ

ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરે બુધવારે એક વીડિયો શેર કરીને જણાવ્યું કે, તે આવતા જન્મમાં પમ ભારત માટે ક્રિકેટ રમવા ઈચ્છશે. 

 સંન્યાસના નિર્ણય બાદ બોલ્યો ગંભીર- આવતા જન્મમાં પણ ક્રિકેટ રમવાનું પસંદ કરીશ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરે મંગળવારે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતીની જાહેરાત કરી હતી. વર્ષ 2003મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દાપણ કરનાર ગંભીરે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરતા આ નિર્ણયની જાણકારી આપી હતી. પોતાના આ નિર્ણય બાદ ગંભીરે કહ્યું કે, તે આગામી જીવનમાં પણ ભારત માટે ક્રિકેટ રમવા ઈચ્છશે. ગંભીરે આ વાત બુધવારે ટ્વીટર પર શેર કરેલા એક વીડિયોના માધ્યમથી કરી છે. 

fallbacks

આ વીડિયોમાં ગંભીરે કહ્યું, મારા દેશ માટે 15 વર્ષથી વધુ ક્રિકેટ રમ્યા બાદ હું આ શાનદાર ગેમ્સમાંથી નિવૃતી લેવા ઈચ્છું છું. હું આવતા જન્મમાં પણ ક્રિકેટ રમવાનું પસંદ કરીશ, પરંતુ ભારત માટે વધુ જીત ઈચ્છીશ, કેટલિક વધુ સદી ફટકારવાની ઈચ્છા રાખીશ. 

2011મા વનડે ક્રિકેટ વિશ્વકપ જીતનારી ભારતીય ટીમના સભ્ય અને ફાઇનલ મેચના હીરો રહેલા ગંભીરે પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરમાં 58 ટેસ્ટ અને 147 વનડે મેચ રમી છે. ગંભીરના નામે ટેસ્ટમાં 4154 રન અને વનડેમાં 5238 રન નોંધાયેલા છે. વનડેમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 150 રન છે. તેણે 37 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી, જેમાં 27.41ની એવરેજથી 932 રન બનાવ્યા હતા. તેણે વનડેમાં 11 અને ટેસ્ટમાં 9 સદી ફટકારી છે.  

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More