Home> Sports
Advertisement
Prev
Next

IPL 2019, CSK vs KKR: ચેન્નઈની સામે હશે કોલકત્તાના રસેલને રોકવાનો પડકાર

ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની આ 12મી સિઝનમાં શાનદાર ફોર્મમાં છે. તેને અત્યાર સુધી માત્ર એક હાર મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ મળી છે.
 

IPL 2019, CSK vs KKR: ચેન્નઈની સામે હશે કોલકત્તાના રસેલને રોકવાનો પડકાર

ચેન્નઈઃ ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની આ 12મી સિઝનમાં શાનદાર ફોર્મમાં છે. તેને અત્યાર સુધી માત્ર એક હાર મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ મળી છે. બાકી તેણે તમામ મેચ કબજે કરી છે, પરંતુ મંગળવારે તેનો સામનો એવી ટીમ સામે છે જે ગમે ત્યારે મેચ પલ્ટી શકે છે. ચેન્નઈ એમ.એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં બે વખતની વિજેતા કોલકત્તા નાઇટ રાઇડર્સ સામે ટકરાશે. કોલકત્તા આ મેચમાં રાજસ્થાનને હરાવીને આવી રહી છે પરંતુ ચેન્નઈને આરસીબી અને કોલકત્તાને તે મેચ જરૂર યાદ હશે જ્યાં આંદ્રે રસેલે બેંગલોરના હાથમાંથી મેચ છીનવી લીધો હતો. 

fallbacks

રસેલ કોલકત્તાનો તાકાત બની ગયો છે. તેના દમ પર ટીમ તે આત્મવિશ્વાસમાં રહે છે કે જો તે છે તો મેચ જીતી શકે છે. ચેન્નઈ પણ આ મેચમાં એક સારી જીત હાસિલ કરીને આવી રહી છે. તેણે પંજાબને ઓછા સ્કોર વાળા મેચમાં જીતવાથી રોક્યું હતું. ચેન્નઈનો મજબૂત પક્ષ તેનો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની છે જે પોતાની શાનદાર રણનીતિને કારણે કોઈપણ બેટ્સમેન કે ટીમને રોકી શકે છે. 

ધોની આવું પહેલા પણ કરી ચુક્યો છે. પંજાબના ક્રિસ ગેલને તેણે ચાલવા ન દીધો તો બેંગલોર વિરુદ્ધ મેચમાં વિરાટ કોહલીને પણ શાંત રાખ્યો હતો. તેવામાં આ મેચમાં જોવાનું રસપ્રદ રહેશે કે ધોની આ મેચમાં રસેલને કેમ રોકે છે. ધોનીની ખાસિયત છે કે તે કોઈપણ એક બેટ્સમેન પર નિર્ભર રહેતો નથી પરંતુ ટીમને સાથે લઈને ચાલે છે. કોલકત્તાની પાસે રસેલ સિવાય ક્રિસ લિન, રોબિન ઉથપ્પા અને દિનેશ કાર્તિક પણ ઝડપથી રન બનાવી શકે છે. સુનીલ નરેનને કોલકત્તા ઓપનિંગ બેટ્સમેન માટે મોકલે છે અને તેણે ઝડપથી રન બનાવીને પોતાની ઉપયોગિતા સાબિત કરી છે. 

ચેન્નઈની પાસે બોલર પણ છે જેની પાસે અનુભવની ઉણપ નથી. હરભજન સિંહ, ઇમરાન તાહિર અને જાડેજા જેવા અનુભવી બોલર છે. ડ્વેન બ્રાવો ઈજાગ્રસ્ત થવાથી તેને ઝટકો લાગ્યો છે પરંતુ ગત મેચમાં આઈપીએલ પર્દાપણ કરનાર સ્કોટ કુગલેજિન તેની કમી પૂરી કરી શકે છે. 

જો ચેન્નઈની બેટિંગની વાત કરીએ તો ગત મેચમાં તે મોટો સ્કોર કરવામાં અસફળ રહી પરંતુ કોલકત્તા સામે તે મોટો સ્કોર બનાવી શકે છે. ફાફ ડુ પ્લેસિસે ગત મેચમાં અડધી સદી ફટકારી હતી. તો વોટસન, અંબાતી રાયડૂ, સુરેશ રૈના પણ આક્રમક બેટિંગ કરવા માટે જાણીતા છે. ધોનીનું અંતમાં દરેક મેચમાં મહત્વનું યોદગાન રહ્યું છે. 

ચેન્નઈએ કોલકત્તાની સ્પિન ત્રિપુટી  કુલદીપ યાદવ, પીયૂષ ચાવલા અને નરેનથી બચીને રહેવું પડશે. આ ત્રણેય રન પર અંકુશ લગાવવાની સાથે વિકેટ ઝડપવામાં માહેર છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More