Home> Sports
Advertisement
Prev
Next

આને કહેવાય આબરૂના ધજાગરા! આખી ટીમ 10 રનમાં ઓલઆઉટ, 5 બોલમાં મેચ જીતી થઈ હરીફ ટીમ

T20 ઈન્ટરનેશનલ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી ઓછા સ્કોર પર આઉટ થનારી ટીમની યાદીમાં મંગોલિયાનું નામ સામેલ થઈ ગયું છે. સિંગાપોરના હર્ષ ભારદ્વાજની ઘાતક બોલિંગ સામે વિરોધી ટીમ ફેલ થઈ ગઈ હતી. હર્ષે 4 ઓવરમાં માત્ર 3 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. 10 ઓવરમાં સમગ્ર મોંગોલિયન ટીમ 10 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

આને કહેવાય આબરૂના ધજાગરા! આખી ટીમ 10 રનમાં ઓલઆઉટ, 5 બોલમાં મેચ જીતી થઈ હરીફ ટીમ

T20 Lowest score record : તમને જાણીને નવાઈ લાગશે કે કોઈ ટીમ માત્ર 10 રનમાં ઓલઆઉટ થઈ જાય. ભારતીયો આઈપીએલમાં 200-200 રન ફટકારે છે પણ T20ના ઈતિહાસમાં સૌથી લોએસ્ટ સ્કોર નોંધાયો છે.  મંગોલિયાની ટીમ ICC T20 મેન્સ એશિયા ક્વોલિફાયરમાં સિંગાપોર સામે માત્ર 10 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમના 5 બેટ્સમેન ખાતું ખોલાવી શક્યા નહોતા અને સિંગાપોરે માત્ર 5 બોલમાં મેચ જીતી લીધી હતી.

fallbacks

ICC T20 મેન્સ એશિયા ક્વોલિફાયર રાઉન્ડમાં 5 સપ્ટેમ્બરે રમાયેલી મેચ ઈતિહાસના પાનામાં નોંધાઈ ગઈ છે. સિંગાપોર સામે મંગોલિયાની ટીમ માત્ર 10 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. 10 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી સિંગાપોરની ટીમે 5 બોલમાં મેચ પુરી કરીને જીત મેળવી હતી. સિંગાપોર માટે આ ટાર્ગેટ હાંસલ કરવો આસાન હોવા છતાં તેણે 1 વિકેટ પણ ગુમાવી દીધી હતી.

T20 ઈન્ટરનેશનલ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી ઓછા સ્કોર પર આઉટ થનારી ટીમની યાદીમાં મંગોલિયાનું નામ સામેલ થઈ ગયું છે. સિંગાપોરના હર્ષ ભારદ્વાજની ઘાતક બોલિંગ સામે વિરોધી ટીમ ફેલ થઈ ગઈ હતી. હર્ષે 4 ઓવરમાં માત્ર 3 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. 10 ઓવરમાં સમગ્ર મોંગોલિયન ટીમ 10 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

સિંગાપોરે 5 બોલમાં મેચ જીતી લીધી.. 
સિંગાપોરે મંગોલિયાએ આપેલા 11 રનના લક્ષ્યાંકનો પીછો માત્ર 5 બોલમાં કરી લીધો હતો. ઇનિંગની શરૂઆત કરવા આવેલા કેપ્ટન મનપ્રીતે પ્રથમ બોલ પર જ પોતાની વિકેટ ગુમાવી દીધી હતી અને એકપણ રન બનાવ્યા વગર પરત ફર્યો હતો. આ પછી વિલિયમ સિમ્પસન અને રાહુલ શર્માએ મેચ પૂરી કરી દીધી હતી. આ મેચે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. હાલમાં ક્વોલિફાયર રાઉન્ડ ચાલી રહ્યો છે. મંગોલિયાની ટીમે અહીં શરમજનક પ્રર્દશન કર્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More