Gautam Gambhir on his Career: ફરી એકવાર ગૌતમ ગંભીર સમાચારમાં છે. ગંભીરે (Gautam Gambhir) કેકેઆરના મેન્ટર તરીકે શાનદાર કામ કર્યું છે. KKR ટીમ IPL પ્લેઓફમાં પહોંચી અને ટોપ પર પણ રહી. બીજી તરફ, ગંભીરે એવા કેટલાક ખુલાસા કર્યા છે જે આજે ચર્ચામાં છે. ગંભીરે આ વખતે પણ તેણે કંઈક એવું કહ્યું છે જેનાથી ફેન્સમાં હલચલ મચી ગઈ છે. ખરેખર, અશ્વિનની (Ashwin) યુટ્યુબ ચેનલ પર વાત કરતી વખતે, ગંભીરે તેની કારકિર્દીના શરૂઆતના દિવસોની ચર્ચા કરી અને તેના સંઘર્ષ વિશે જણાવ્યું. ગંભીરે એ પણ જણાવ્યું કે કેવી રીતે તેને અંડર 14 ટૂર્નામેન્ટમાં પસંદ કરવામાં ન આવ્યો.
ઈન્ટરવ્યુંમાં પોતાના મંતવ્યો આપતા ગંભીરે કહ્યું, ત્યારે કદાચ હું 12 કે 13 વર્ષનો હતો, જ્યારે મેં મારી પ્રથમ અંડર-14 ટુર્નામેન્ટ માટે પ્રયાસ કર્યો, ત્યારે મને પસંદ કરવામાં આવ્યો ન હતો કારણ કે હું સિલેક્ટરને પગે લાગ્યો ન હતો. પછી મેં મારી જાતને વચન આપ્યું કે હું ક્યારેય કોઈના પગને સ્પર્શ કરીશ નહીં અને કોઈને મારા પગને સ્પર્શ કરવા દઈશ નહીં.
ભૂતપૂર્વ ભારતીય દિગ્ગજે આગળ કહ્યું, "તે સૌથી મોટી ધારણા હતી જે મારા માથા પર લટકતી હતી. હું તે ધારણાને હરાવવા માંગતો હતો, તેથી જ્યારે હું તે કરી શક્યો, ત્યારે કોઈ અન્ય ધારણાએ તેને ક્યારેય પરેશાન કર્યો નથી. હું હંમેશાં સામે આવતી ચેલેન્જ કરતાં પણ વધારે ટફ ચેલેન્જ આવે તેવી કલ્પના કરતો હતો."
ગંભીરે કહ્યું, "મને યાદ છે કે જ્યારે પણ હું મારી કારકિર્દીમાં નિષ્ફળ ગયો, પછી તે અંડર-16, અંડર-19, રણજી ટ્રોફી અથવા તો મારી આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆતમાં "લોકો કહેતા હતા કે તમે તો સમૃદ્ધ પરિવારના છો તમારે ક્રિકેટ રમવાની જરૂર નથી, તમારી પાસે ઘણા બધા વિકલ્પો છે, તમે તમારા પિતાના વ્યવસાયમાં જોડાઈ શકો છો."
બીજી તરફ, એક ખેલાડી તરીકે KKR માટે બે વખત ખિતાબ અપાવનાર ગંભીર આ વખતે KKR ટીમ સાથે મેન્ટર તરીકે જોડાયો છે. એક મેન્ટર તરીકે ગંભીરે KKR ટીમનું નસીબ બદલી નાખ્યું. ગંભીરે KKR માટે કેટલાક નિર્ણયો લીધા જેણે ટીમને પ્લેઓફમાં લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ખાસ કરીને નરેન અને ફિલ સોલ્ટને ઓપનીંગમાં લઈ જવાનો ગંભીરે KKR માટે નિર્ણાયક નિર્ણય લીધો છે, જે હવે KKRને આઈપીએલ જીતવાની નજીક લાવી દીધું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે