Home> Sports
Advertisement
Prev
Next

SRH vs DD: આજે રાત્રે હૈદરાબાદ અને દિલ્હી વચ્ચે થશે ટક્કર, જાણો બંને ટીમોની પ્લેઈંગ-11

DC vs SRH: આજે રાત્રે IPLમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સની ટીમો આમને-સામને થશે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે.

SRH vs DD: આજે રાત્રે હૈદરાબાદ અને દિલ્હી વચ્ચે થશે ટક્કર, જાણો બંને ટીમોની પ્લેઈંગ-11

DC vs SRH Possible Playing11: દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ આજે આઈપીએલમાં યોજાનારી બીજી મેચમાં ટકરાશે. બંને ટીમો આ સિઝનમાં 7-7 મેચ રમી છે અને 5-5 મેચ હાર્યા બાદ પોઈન્ટ ટેબલના છેલ્લા બે સ્થાન પર છે. આજની મેચમાં બંને ટીમો પોતપોતાની સ્થિતિ સુધારવાનો પ્રયાસ કરશે.

fallbacks

અહીં સનરાઇઝર્સ માટે બે મોટા પડકારો છે. પ્રથમ એ છે કે તે છેલ્લી ત્રણ મેચોથી સતત હારી રહી છે અને ટીમમાંથી ઉત્સાહ, જુસ્સો ગાયબ છે. બીજું, ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર ઈજાના કારણે આખી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. આજની મેચમાં વોશિંગ્ટનના સ્થાને કોણ આવે છે તે જોવું રસપ્રદ રહેશે. સંભવતઃ SRH ટીમ મેનેજમેન્ટ આજે પ્લેઇંગ-11માં અબ્દુલ સમદ અથવા વિવરાંત શર્માને તક આપી શકે છે. બીજી તરફ, દિલ્હી કેપિટલ્સ તેમના પ્લેઇંગ-11માં ફેરફાર કરવાનું ટાળવા માંગે છે. આ ટીમે સળંગ પ્રથમ 5 મેચ હાર્યા બાદ છેલ્લી બે મેચ બેક ટુ બેક જીતી છે.

આ પણ વાંચો:
અમદાવાદમાં મોડી રાતથી વીજળીના કડાકા-ભડાકાં સાથે વરસાદ
કોંગ્રેસમાં કોણ છે જે PM મોદીને આપી શકે છે ટક્કર? સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો
રાણકી વાવમાં યુવાનો પર વીજળી પડતાં મોત, નંદાસણમાં ચબુતરા પર વીજળી પડતા કબૂતરના મોત

સનરાઇઝર્સ હૈદરાબાદની સંભવિત પ્લેઇંગ-11 અને ઇમ્પેક્ટ પ્લેયર સ્ટ્રેટેજી

SRH (પ્રથમ બેટિંગ): હેરી બ્રૂક, મયંક અગ્રવાલ, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ (કેપ્ટન), અભિષેક શર્મા, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અબ્દુલ સમદ/વિવરાંત શર્મા, માર્કો યાનસીન, મયંક માર્કંડે, ભુવનેશ્વર કુમાર, ઉમરાન મલિક (ઈમ્પેક્ટ પ્લેયર : ટી નટરાજન / રાહુલ ત્રિપાઠી)

SRH (પ્રથમ બોલિંગ): હેરી બ્રુક, મયંક અગ્રવાલ, એડન માર્કરામ (કેપટન), અભિષેક શર્મા, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અબ્દુલ સમદ/વિવરાંત શર્મા, માર્કો યાનસીન, મયંક માર્કંડે, ભુવનેશ્વર કુમાર, ઉમરાન મલિક, ટી નટરાજન (ઈમ્પેક્ટ પ્લેયર : રાહુલ ત્રિપાઠી / ટી નટરાજન)

દિલ્હી કેપિટલ્સની સંભવિત પ્લેઇંગ-11 અને ઇમ્પેક્ટ પ્લેયર સ્ટ્રેટેજી

DC (પ્રથમ બેટિંગ): ડેવિડ વોર્નર (કેપ્ટન), ફિલ સોલ્ટ (વિકેટ-કીપર), મિશેલ માર્શ, સરફરાઝ ખાન, મનીષ પાંડે, અમન ખાન, અક્ષર પટેલ, રિપલ પટેલ, એનરિચ નોરખિયા, કુલદીપ યાદવ, ઈશાંત શર્મા (ઈમ્પેક્ટ પ્લેયર: મુકેશ કુમાર / સરફરાઝ ખાન)

DC(પ્રથમ બોલિંગ): ડેવિડ વોર્નર (કેપ્ટન), ફિલ સોલ્ટ (વિકેટ-કીપર), મિશેલ માર્શ, મનીષ પાંડે, અમન ખાન, અક્ષર પટેલ, રિપલ પટેલ, એનરિચ નોરખિયા, કુલદીપ યાદવ, ઈશાંત શર્મા, મુકેશ કુમાર (ઈમ્પેક્ટ પ્લેયર: સરફરાઝ ખાન/મુકેશ કુમાર)

આ પણ વાંચો:
Shani Mantra: શનિની સાડાસાતી અને ઢૈયાથી મુક્તિ માટે કરો આ મંત્રોનો જાપ
રાશિફળ 29 એપ્રિલ: આ રાશિના જાતકો પર શનિદેવ પોતાની કૃપા વરસાવશે, આકસ્મિક ધનલાભના યોગ

અમદાવાદના સીજી રોડ પર 50 લાખની દિલધડક લૂંટ, જાણો સુપર મોલ પાસે શું બની સમગ્ર ઘટના
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More