નવી દિલ્હી: ભારતીય ટીમની મહિલા ક્રિકેટર પ્રિયા પુનિયા (Priya Punia)એ હાલમાં યૂએઈમાં આયોજિત મહિલા ટી-20 ચેલેન્જ (Women's T20 Challenge)માં ભાગ લીધો હતો અને તે હરમનપ્રીત કોર (Harmanpreet Kaur)ની ટીમ સુપરનોવાજ (Supernovas)નો ભાગ હતી.
આ પણ વાંચો:- રવિચંદ્રન અશ્વિને કરી બાબર આઝમની પ્રશંસા, ગણાવ્યો મિલિયન ડોલર પ્લેયર
તેણે પોતાના શાનદાર પ્રદર્શનથી કરોડો ઇન્ડિયન્સ ક્રિકેટ ચાહકોનું દિલ જીત્યું છે. તે પોતાની બેટિંગ ઉપરાંત સુંદરતા મામલે પણ ઘણી ચર્ચામાં રહે છે. આ કારણ છે કે સોશિયલ મીડિયા પર તેને પસંદ કરનારની સંખ્યા ખુબજ વધારે છે.
Priya Punia's reaction when asked about Boyfriend. pic.twitter.com/lDg3l7Sm2P
— Kumar Sourav (@AdamDhoni1) November 19, 2020
ઇન્સ્ટાગ્રામ પર તે હમેશાં તેના ચાહકો સાથે રૂબરૂ વાત કરે છે. હાલમાં જ જ્યારે એક યૂઝર્સે તેના બોયફ્રેન્ડ વિશે પૂછ્યું તો તેણે ખુબજ દિલચસ્પ અંદાજમાં પોતાનું રિએક્શન આપ્યું. તેના જવાબ આપવાના આ અંદાજને ચાહકોને ઘણો પસંદ આવ્યો છે. તમે વીડિયોમાં પોતે જોઇ લો કે, તેણે કેટલી સ્માર્ટ રીતથી જવાબ આપ્યો છે.
આ પણ વાંચો:- Aus vs Ind: ટેસ્ટ સિરીઝ માટે ઓસ્ટ્રેલિયામાં હાજર સિરાજના પિતાનું નિધન
વિરાટ કોહલીની જેમ પ્રિયા પુનિયાએ પણ વિરાટ કોહલીના ગુરૂ રાજકુમાર શર્મા પાસેથી ક્રિકેટ કોચિંગ કરી છે. 6 ફેબ્રુઆરી 2019ના તેમણે ન્યૂઝીલેન્ડ સામે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તેમણે ભારત માટે અત્યાર સુધીમાં 5 વન-ડે અને 3 ટી-20 મેચ રમી છે. વન-ડે ઇન્ટરનેશનલમાં તેમના સૌથી વધારે સ્કોર 75* રનનો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે