Home> Sports
Advertisement
Prev
Next

યુવેન્ટ્સે એટલેટિકોને 3-0થી હરાવ્યું, રોનાલ્ડોએ મેસીના રેકોર્ડની કરી બરોબરી

રોનાલ્ડોએ આ મેચમાં શાનદાર પ્રદર્શન કરતા હેટ્રિક ગોલ ફટકાર્યા હતા. 

યુવેન્ટ્સે એટલેટિકોને 3-0થી હરાવ્યું, રોનાલ્ડોએ મેસીના રેકોર્ડની કરી બરોબરી

રોમઃ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની હેટ્રિકની મદદથી યુવેન્ટ્સે ચેમ્પિયન્સ લીગના રાઉન્ડ ઓફ 16ના સેકન્ડ લેગમાં શાનદાર વાપસી કરી છે. સિરીઝ એ ફુટબોલ લીગની ચેમ્પિયન યુવેન્ટ્સે મંગળવારે મોડી રાત્રે એટલેટિકો મેડ્રિડ વિરુદ્ધ 3-0થી જીત હાસિલ કરી હતી. રોનાલ્ડોએ મેચની 27મી અને 48મી મિનિટે ગોલ કર્યો હતો. આ સિવાય તેણે 86મી મિનિટમાં પેનલ્ટી પર પણ ગોલ કર્યો હતો. પ્રથમ લેગમાં એટલેટિકો મેડ્રિડે યુવેન્ટ્સને 2-0થી હરાવ્યું હતું. આ રીતે યુવેન્ટ્સની ટીમે સ્પેનિશ ટીમને 3-2ના અંતરથી બહાર કરી દીધી હતી. 

fallbacks

મેસી-રોનાલ્ડોના નામે 8-8 હેટ્રિક
રોનાલ્ડોની આ હેટ્રિકે લિયોનેલ મેસીના ચેમ્પિયન્સ લીગમાં આઠ હેટ્રિકના રેકોર્ડની બરોબરી કરી લીધી છે. 1982 બાદ જન્મેલા ખેલાડીઓમાં માત્ર મેસી અને રોનાલ્ડો જ છે જે ચેમ્પિયન્સ લીગમાં આઠ-આઠ હેટ્રિક લગાવી શક્યા છે. રોનાલ્ડો અને મેસી સિવાય મારિયા ગોમેજ, ફિલિપ્પો ઇનસાધી અને લુઈઝ એડ્રિઆનો ચેમ્પિયન્સ લીગમાં 3-3 હેટ્રિક લગાવી ચુક્યા છે. 

રોનાલ્ડોએ ટૂર્નામેન્ટમાં 6 વર્ષ પહેલા લગાવી હતી પ્રથમ હેટ્રિક
રોનાલ્ડોએ ચેમમ્પિયન્સ લીગમાં પોતાની પ્રથમ હેટ્રિક 2012-13માં એએફસી અજાક્સ વિરુદ્ધ લગાવી હતી. ત્યારબાદ તેણે 2013-14માં ગાલાતાસારે એસકે વિરુદ્ધ હેટ્રિક કરી હતી. 2015-16માં રોનાલ્ડોએ શખ્તર ડોનેટસ્ક, માલ્મો એફએફ અને વીએફએલ વૂલ્ફ્સબર્ગ વિરુદ્ધ હેટ્રિક ગોલ કર્યા હતા. 2016-17માં તેણે બેયર્ન મ્યૂનિખ અને એટલેટિકો મેડ્રિડ વિરુદ્ધ હેટ્રિક ગલાવી હતી. મંગળવારે રાત્રે તેણે ફરી એટલેટિકો મેડ્રિડ વિરુદ્ધ હેટ્રિક ગોલ કર્યા હતા. 

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More