Home> Sports
Advertisement
Prev
Next

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ લોન્ચ કર્યું વોચ કલેક્શન, કિંમત એટલી કે આવી જશે લક્ઝરી SUV

Cristiano Ronaldo: ફૂટબોલ જગતના દિગ્ગજ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો દુનિયાના સૌથી અમીર એથલીટમાંથી એક છે. તે ઘણીવાર પોતાની ગ્લેમરસ લાઈફસ્ટાઈલ માટે ફેમસ રહે છે. તેમણે હાલમાં જેકબ એન્ડ કંપની સાથે પોતાનું વોચ કલેક્શન લોન્ચ કર્યું છે. જેની કિંમત જાણીને દરેકને આશ્ચર્ય થાય છે.

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ લોન્ચ કર્યું વોચ કલેક્શન, કિંમત એટલી કે આવી જશે લક્ઝરી SUV

Cristiano Ronaldo: ફૂટબોલ જગતના દિગ્ગજ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો દુનિયાના સૌથી અમીર એથલીટમાંથી એક છે. તે ઘણીવાર પોતાની ગ્લેમરસ લાઈફસ્ટાઈલ માટે જાણીતા છે. તેમણે હાલમાં જેકબ એન્ડ કંપની સાથે પોતાનું વોચ કલેક્શન લોન્ચ કર્યું છે. જેની કિંમત જાણીને હૈરાન રહી જશો. જી હા... તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વોચ કલેક્શન લોન્ચિંગની જાણકારી આપી છે. ત્યારબાદ તેનો ફોટો ખુબ વાયરલ થઈ રહ્યો છે.

fallbacks

બે મોડલ લોન્ચ
વોચ કલેક્શનમાં બે મોડલ સામેલ છે. ફ્લાઈટ ઓફ CR7 અને હાર્ટ ઓફ CR7. બન્ને મોડલમાં 44mm નો કેસ છે અને તેમાં રોનાલ્ડોની ડિઝાઈન પણ જોઈ શકાય છે. રોનાલ્ડોએ એક્સ પર લખ્યું, મેં હંમેશાં પોતાની જાતનું વોચ કલેક્શન રાખવાનું સપનું જોયું છે. ફ્લાઈટ ઓફ CR7 અને હાર્ટ ઓફ CR7 મેદાન પર મારી સૌથી આઈકોનિક પળોમાંથી પ્રેરણા લે છે. હું આશા રાખું છું કે તમને તે મારા જેટલું જ ગમશે.

કેવી છે ડિઝાઈન?
મોડલમાં એક અજીબોગરીબ મૂવમેન્ટ છે અને તેની ડિઝાઈન શાનદાર છે. બે વર્ટિકલ પિલર છે જે રોનાલ્ડો અને તેના CR7 બ્રાન્ડ બન્નેને દર્શાવે છે. એક પિલર પર ખેલાડીને અલગ અલગ પોઝમાં દેખાડવામાં આવ્યા છે અને બીજા પર CR7ના લોકો અને તેમની સિગ્નેચર છે. મોડલમાં ફૂટબોલના આકારનું બેરલ કવર અને રોનાલ્ડોની ઈમેઝ પણ સામેલ છે, જેમાં નીલમ ક્રિસ્ટલ કેસ બેક પર સોનામાં છપાયેલી નંબર 7 જર્સી છે.

કિંમત કેટલી છે?
'Heart of CR7' લીલા રંગનું મોડલ છે. તેની કિંમતની વાત કરીએ તો વિદેશી વેબસાઇટ પર તેની કિંમત 30 લાખ રૂપિયા જોવા મળે છે. જ્યારે બીજા મોડલની કિંમત 10 લાખ રૂપિયાની આસપાસ છે. જો કે તે એકદમ શાનદાર લાગે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More