નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસન (Kevin Pietersen)નું માનવુ છે કે કોવિડ-19 (Corona virus) મહામારીને કારણે બંધ પડેલા ક્રિકેટે હવે શરૂ થઈ જવું જોઈએ. પીટરસને કહ્યુ કે, જો રમત બીજીવાર શરૂ થાય તો તેનાથી લોકોનું મનોબળ વધશે. કોરોના વાયરસને કારણે લોકોમાં નેગેટિવિટી અને હતાશાનું સ્તર વધી ગયું છે અને રમતની શરૂઆત કરી હવે તેને ઉપર ઉઠાવવાની જરૂર છે.
જીવલેણ નોવેલ કોરોના વાયરસને કારણે વિશ્વમાં છેલ્લા બે મહિનાથી તમામ પ્રકારની રમત ગતિવિધિઓ પર બ્રેક લાગેલી છે. તેવામાં પીટરસન માને છે કે ક્રિકેટ બીજીવાર શરૂ કરવા માટે દરેક પ્રકારના પ્રયત્નો કરવા જોઈએ અને સુરક્ષિત રહેતા તે જેટલુ જલદી શરૂ થાય તો સારૂ રહેશે.
રોયટર્સના એક રિપોર્ટ પ્રમાણે આ 39 વર્ષીય પૂર્વ બેટ્સમેને કહ્યુ, ફેન્સ, અને લોકોને આ દિવસોમાં હવે મનોબળ વધારનારી કોઈ વસ્તુ જોઈએ. આ સમયે તેનુ મનોબળ ખુબ નેગેટિવ છે અને આ સમયે તે હતાશ છે. ઘણા લોકો માટે રમત મનોબળ અને પોઝિટિવિટી વધારનાર હોય છે. નવી રમત આપણે ત્યાં સુધી બંધ દરવાજામાં રમવી પડશે જ્યા સુધી કોરોના વાયરસની રસી ન શોધાઇ. ખેલાડીઓએ પણ તેનો સામનો કરવો પડશે.
પીટરસને કહ્યુ, ગોલ્ફર રોરી મૈક્લોરી 17 મેએ એક ચેરિટી મેચ રમવાની તૈયારી કરી રહ્યા છે. ઇંગ્લિશ શોકર પ્રીમિયર લીગ જૂનના મધ્યથી વાપસી પર વિચાર કરી રહ્યુ છે. તેવામા તે સમજી શકાય છે કે કોઈપણ સર્વોચ્ચ એથલીટ મેદાન પર પરત ફરવાનુ ઈચ્છશે નહીં.
તેણે કહ્યુ, કેટલાક ખેલાડી આ દિવસોમા પોતાના જીવનના પ્રાઇમ ફોર્મમા છે. પછી તે કેમ રમવા ઈચ્છશે નહીં. ભલે અત્યારે દર્શકો સ્ટેડિયમમાં આવી શકશે નહીં પરંતુ તે બ્રોડકાસ્ટર દ્વારા ટીવી પર તો રમતનો આનંદ માણશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે