CSK vs RCB IPL 2025: ચેન્નાઈ સુપર કિંગ્સે પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું હતું. હવે ટીમનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે થશે. IPL 2025માં ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે 28 માર્ચે ટક્કર થવાની છે. આ મેચ પહેલા ચેન્નાઈની ટીમ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે કે સ્ટાર ફાસ્ટ બોલર મથીશા પથિરાના હજુ પણ સંપૂર્ણ રીતે ફિટ નથી.
ફિટ નથી ખૂંખાર બોલર
શ્રીલંકાના ફાસ્ટ બોલર મથીશા પથિરાના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે CSKની સીઝનની પ્રથમ મેચમાં પણ રમી શક્યો ન હતો. છેલ્લી કેટલીક સીઝનમાં તેના શાનદાર પ્રદર્શન બાદ આ સ્ટાર પેસરને ચેન્નાઈએ આઈપીએલ 2025 માટે 13 કરોડ રૂપિયામાં જાળવી રાખ્યો હતો. પોતાની શાનદાર પ્રતિભા હોવા છતાં આ બોલર ઈજાઓથી પીડાઈ રહ્યો છે. તે 2024 IPLની છેલ્લી કેટલીક મેચો પણ ચૂકી ગયો, જે CSK માટે મોંઘી સાબિત થઈ. ટીમના મુખ્ય કોચ સ્ટીફન ફ્લેમિંગે RCB સામેની મેચ પહેલા ખુલાસો કર્યો કે, પથિરાના તેની ઈજામાંથી સારી રીતે સ્વસ્થ થઈ રહ્યો છે, પરંતુ તે RCB સામે રમે તેવી શક્યતા નથી.
અહીં લગ્નમાં યુવકોને પડી જાય છે મોજ, કપલને અલગ કરીને દુલ્હનને કિસ કરવાનો છે રિવાજ
હેડ કોચે આપ્યું અપડેટ
ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર હેડ કોચ ફ્લેમિંગે ચેન્નાઈ અને બેંગલુરુ મેચની પૂર્વસંધ્યાએ પથિરાના વિશે અપડેટ આપ્યું હતું. તેમણે કહ્યું કે, 'તે સ્વસ્થ થઈ રહ્યો છે.' જો કે, તેની ઈજા વિશે વધુ માહિતી નથી, પરંતુ સુરેશ રૈનાએ મુંબઈ સામે ચેન્નાઈની મેચ દરમિયાન સત્તાવાર પ્રસારણકર્તાઓને કહ્યું હતું કે, શ્રીલંકન ખેલાડી ઈજાગ્રસ્ત છે. પાથિરાનાએ ગત સિઝનમાં ચેન્નાઈ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ હેમસ્ટ્રિંગની ઈજાને કારણે તેને આઈપીએલ 2024માંથી અધવચ્ચેથી બહાર થવું પડ્યું હતું.
1 એપ્રિલથી બદલાઈ જશે તમારા રૂપિયાથી જોડાયેલા આ નિયમ, સીધી તમારા ખિસ્સા પર પડશે અસર
પથિરાના છેલ્લી વખત જાન્યુઆરીમાં SA20 2025માં જોબર્ગ સુપર કિંગ્સ માટે રમ્યો હતો, જ્યાં તેનું પ્રદર્શન પ્રભાવશાળી નહોતું. તેણે 6 મેચ રમી હતી, જેમાં 59.33ની એવરેજ અને 10.47ના ઈકોનોમી રેટથી માત્ર ત્રણ વિકેટ લીધી હતી. તે ડિસેમ્બર 2024માં ન્યૂઝીલેન્ડ સામેની T20 આંતરરાષ્ટ્રીય સિરીઝમાં શ્રીલંકા તરફથી પણ રમ્યો હતો, જ્યાં તેણે બે મેચમાં બે વિકેટ ઝડપી હતી.
નવરાત્રી પર શનિ બનાવશે પંચગ્રહી યોગ, આ 5 રાશિઓ પર માં દુર્ગાની વિશેષ કૃપાથી થશે ધનના ઢગલા!
જીતની સાથે CSK-RCBની શરૂઆત
ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પોતપોતાના અભિયાનની શરૂઆત આત્મવિશ્વાસપૂર્ણ જીત સાથે કરી હતી. રજત પાટીદારની આગેવાની હેઠળની ટીમે ઈડન ગાર્ડન્સ ખાતે ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવ્યું હતું. હવે ટીમ ચેપોકમાં તેના નિરાશાજનક રેકોર્ડને સુધારવા પર નજર રાખશે, જ્યાં ટીમ 17 વર્ષથી જીતવામાં સફળ રહી નથી. આ મેદાન પર RCBને માત્ર એક જ મેચમાં જીત મળી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે