Home> Sports
Advertisement
Prev
Next

બહુ મસ્તી ચઢી તો આ ક્રિકેટર્સ લગ્ન પહેલાં જ બની ગયા પિતા! ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી પણ છે યાદીમાં સામેલ

ભારતમાં ક્રિકેટ ખૂબ પ્રખ્યાત છે. ચાહકો ક્રિકેટરો સાથે જોડાયેલી દરેક નાની-નાની વાત જાણવા માંગે છે. કોઈ પણ મનુષ્ય હોય, માતા-પિતા બનવું એ દુનિયાની સૌથી મોટી ખુશી છે. ક્રિકેટમાં ઘણા એવા ક્રિકેટર છે, જે લગ્ન પહેલા પ્રેમમાં પડ્યા અને પિતા બન્યા.

બહુ મસ્તી ચઢી તો આ ક્રિકેટર્સ લગ્ન પહેલાં જ બની ગયા પિતા! ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી પણ છે યાદીમાં સામેલ

નવી દિલ્લીઃ ભારતમાં ક્રિકેટ ખૂબ પ્રખ્યાત છે. ચાહકો ક્રિકેટરો સાથે જોડાયેલી દરેક નાની-નાની વાત જાણવા માંગે છે. કોઈ પણ મનુષ્ય હોય, માતા-પિતા બનવું એ દુનિયાની સૌથી મોટી ખુશી છે. ક્રિકેટમાં ઘણા એવા ક્રિકેટર છે, જે લગ્ન પહેલા પ્રેમમાં પડ્યા અને પિતા બન્યા. આ ક્રિકેટર્સ પોતાની ગર્લફ્રેન્ડ સાથે રિલેશનશિપમાં રહીને પિતા બન્યા છે. આ યાદીમાં એક દિગ્ગજ ભારતીય ક્રિકેટર પણ સામેલ છે.

fallbacks

fallbacks

જૉ રૂટ-
ઇંગ્લેન્ડના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંના એક જો રૂટ એવા ક્રિકેટર પણ છે જે લગ્ન કર્યા વિના પિતા બની ગયા છે. જો રૂટ તેની ગર્લફ્રેન્ડ કેરી કોર્ટેલને 2014થી ડેટ કરી રહ્યો હતો. બંનેએ વર્ષ 2016માં સગાઈ કરી હતી. આ પછી, 2017 માં, જો રૂટ લગ્ન કર્યા વિના પિતા બન્યો. પુત્ર આલ્ફ્રેડનો જન્મ 2017માં થયો હતો. આ પછી બંનેએ લગ્ન કરી લીધા.

fallbacks

ડેવિડ વોર્નર-
2014માં ડેવિડ વોર્નર  (David Warner) ની ગર્લફ્રેન્ડ કેન્ડિસે તેની પ્રથમ પુત્રીને જન્મ આપ્યો. ડેવિડ વોર્નરે (David Warner) વર્ષ 2015માં કેન્ડિસ સાથે લગ્ન કર્યા હતા. વોર્નર ઓસ્ટ્રેલિયાનો દિગ્ગજ ક્રિકેટર રહ્યો છે.

fallbacks

વિવિયન રિચાર્ડ્સ-
1980ના દાયકામાં વિવિયન રિચાર્ડ્સ અને અભિનેત્રી નીના ગુપ્તાના અફેરની ચર્ચા બધે જ હતી. બંનેનું અફેર લાંબા સમય સુધી ચાલ્યું અને બંને લિવ-ઈનમાં પણ હતા. 1989 માં નીનાએ મસાબા નામની પુત્રીને જન્મ આપ્યો, પરંતુ વિવિયન ક્યારેય નીના સાથે લગ્ન કર્યા નહીં.

fallbacks

હાર્દિક પંડ્યા-
ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા લગ્ન પહેલા જ પિતા બની ગયો છે. હાર્દિક પંડ્યાએ  (Hardik Pandya) 1 જાન્યુઆરી, 2020 ના રોજ બોલિવૂડ અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક  (Natasa Stankovic) સાથે દુબઈ (Dubai)માં સગાઈ કરી હતી. 30 જુલાઈ 2020ના રોજ, હાર્દિક પંડ્યાએ ખુલાસો કર્યો કે તેની ગર્લફ્રેન્ડ ગર્ભવતી છે અને તે પિતા બનવાનો છે. હાર્દિક પંડ્યાએ પોતાના બાળકનું નામ 'અગસ્ત્ય' રાખ્યું છે.

fallbacks

ઈમરાન ખાન-
પાકિસ્તાનને વર્લ્ડ કપ જીતાડનાર ઈમરાન ખાન પણ લગ્ન કર્યા વગર પિતા બની ગયો હતો. ઈમરાન સીતા વ્હાઈટ સાથે સંબંધ ધરાવતો હતો. સીતા અને ઈમરાનનો સંબંધ 1987-88માં શરૂ થયો હતો અને 1991માં બંને નજીક આવ્યા હતા. 1992માં તેમના ઘરે એક બાળકનો જન્મ થયો, જે ઈમરાનનું બાળક હતું, પરંતુ શરૂઆતમાં ઈમરાને આ વાતનો ઈન્કાર કર્યો, બાદમાં ડીએનએ ટેસ્ટમાં ખબર પડી કે આ બાળક ઈમરાન ખાનનું જ છે.

આ પણ વાંચોઃ  લગ્ન પહેલાં મફતમાં ફોટા પડાવવા આ સ્થળો પર થાય છે પડાપડી! જલદી જાવ, ફોટોગ્રાફર તમને પણ બનાવી દેશે રાજા-રોણી!

આ પણ વાંચોઃ  આ મોડેલના સ્તન અને નિતંબ જોવા ઈન્સ્ટા પર થાય છે ટ્રાફિકજામ! ચાહકો માટે રોજ ખુલ્લો મુકે છે ખુબસુરતીનો ખજાનો!

આ પણ વાંચોઃ  લાઈટ બિલ બહુ આવે છે? આ ઉપાય પછી ગમે તેટલો 'પંખો ફાસ્ટ' કરીને વગાડો ડી.જે. લાઈફ થઈ જશે જિંગાલાલા!

આ પણ વાંચોઃ  AC ચાલુ રાખી ગાડી લઈને ઊભા રહેવાની આદત હોય તો બધુ છોડીને પહેલાં આ વાત જાણી લેજો!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More