Home> Sports
Advertisement
Prev
Next

ENG vs IND: ઈંગ્લેન્ડે ત્રીજી ટેસ્ટ માટે ટીમ કરી જાહેર, આ શાનદાર બેટ્સમેનની થઈ વાપસી

ઈંગ્લેન્ડે 25 ઓગસ્ટથી લીડ્સમાં શરૂ થઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચ માટે પોતાની ટીમ જાહેર કરી છે. ટીમમાં સાકિબ મહમૂદ અને ડેવિડ મલાનની વાપસી થઈ છે. 
 

ENG vs IND: ઈંગ્લેન્ડે ત્રીજી ટેસ્ટ માટે ટીમ કરી જાહેર, આ શાનદાર બેટ્સમેનની થઈ વાપસી

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડે ત્રીજી ટેસ્ટ માટે ટીમની જાહેરાત કરી છે. ઈંગ્લેન્ડે ત્રીજી ટેસ્ટ માટે ડેવિડ મલાન અને સાકિબ મહમૂદને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઈંગ્લેન્ડે ડોમ સિબ્લે, જેક લીચ, જેક ક્રાઉલીને ટીમમાંથી બહાર કરી દીધા છે. બુધવારે સાંજે ઈંગ્લેન્ડે ત્રીજી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત કરી છે. ઈંગ્લેન્ડે ઈજાગ્રસ્ત માર્ક વુડને પણ 15 સભ્યોની ટીમમાં તક આપી છે. 

fallbacks

33 વર્ષીય મલાન છેલ્લા બે વર્ષથી ઈંગ્લેન્ડની ટી20 ટીમનો મુખ્ય ખેલાડી રહ્યો છે. તે હાલના સમયમાં વિશ્વનો નંબર-1 ટી20 બેટ્સમેન છે. મલાનની ત્રણ વર્ષ બાદ ટેસ્ટ ટીમમાં વાપસી થઈ છે. મલાને છેલ્લે ભારત વિરુદ્ધ 2018માં ટેસ્ટ સિરીઝમાં ભાગ લીધો હતો. ખરાબ ફોર્મને કારણે તેને બહાર કરી દેવામાં આવ્યો હતો. 

સિબ્લેનું હાલનું પ્રદર્શન ખુબ ખરાબ રહ્યુ છે. ચાર ઈનિંગમાં તેનો સર્વોચ્ચ સ્કોર 28 રન હતો. ઓલી પોપ અને ડેન લોરેન્સને ટીમમાં તક મળી છે. પાંચ ટેસ્ટ મેચોની સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચ 25 ઓગસ્ટથી લીડ્સમાં રમાશે. ઉલ્લેખનીય છે કે ભારતે લોર્ડ્સ ટેસ્ટમાં 151 રનથી જીત મેળવી પાંચ મેચોની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. 

આ પણ વાંચોઃ વિરાટ કોહલી vs સચિન તેંડુલકરઃ 13 વર્ષ પૂરા થવા પર વનડેમાં કોણ છે આગળ, જાણો  

ત્રીજી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની ટીમઃ જો રૂટ (કેપ્ટન), મોઇન અલી, જેમ્સ એન્ડરસન, જોની બેયરસ્ટો, રોરી બર્ન્સ, જોસ બટલર, સેમ કરન, હસીબ હમીદ, ડેન લોરેન્સ, સાકિબ મહમૂદ, ડેવિડ મલાન, ક્રિગ ઓવરટન, ઓલી પોપ, ઓલી રોબિન્સન, માર્ક વુડ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More