નવી દિલ્હીઃ DC vs SRH: સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે દિલ્હી કેપિટલ્સને 9 રને પરાજય આપ્યો હતો. આ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદના બોલરોએ કમાલ કર્યો હતો. તો દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં ફેન્સ વચ્ચે જોરદારની મારામારી થઈ હતી, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
ફેન્સ વચ્ચે થઈ મારામારી
આઈપીએલ દુનિયાની લોકપ્રિય ક્રિકેટ લીગ છે. અહીં રમીને ઘણા ક્રિકેટરોએ પોતાનું કરિયર બનાવ્યું છે. આઈપીએલમાં દરેક ટીમનો પોતાનો ફેન બેસ છે. ફેન્સ પોતાની ફેવરેટ ટીમને સપોર્ટ કરવા માટે સ્ટેડિયમ પહોંચે છે. દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં ક્રિકેટ ફેન્સ વચ્ચે મારામારી થઈ હતી. બંને વચ્ચે જોરદાર બબાલ થઈ અને વાત મારામારી સુધી પહોંચી હતી. અંતમાં પોલીસકર્મીઓએ આવીને મામલો થાળે પાડ્યો હતો. હવે આ ઘટનાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ફેન્સ વચ્ચે કઈ બાબતે ઝગડો થયો તે જાણકારી સામે આવી નથી.
A fight took place between fans in Delhi during their match against SRH. pic.twitter.com/MYPj6dqejb
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 30, 2023
દિલ્હી પર બહાર થવાનો ખતરો
દિલ્હી કેપિટલ્સ આઈપીએલ 2023માં ખાસ પ્રદર્શન કરી શકી નથી. ટીમે અત્યાર સુધી છ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. હવે દિલ્હીની પ્લેઓફમાં પહોંચવાની સંભાવના લગભગ સમાપ્ત થઈ ગઈ છે. દિલ્હી કેપિટલ્સે પ્લેઓફમાં પહોંચવા માટે પોતાની બાકી તમામ છ મેચ જીતવી પડશે અને અન્ય ટીમોના પરિણામ પર આધાર રાખવો પડશે.
આ પણ વાંચોઃ કેમ ધ્રુસકે ધ્રુસકે રડતો હતો રોહિત શર્મા? ડિપ્રેશનમાંથી હિટમેનને કોણે કાઢ્યો બહાર?
દિલ્હી કેપિટલ્સને મળી હાર
સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સને 198 રનનો ટાર્ગેટ આપ્યો હતો. હૈદરાબાદ તરફથી અભિષેક શર્માએ સૌથી વધુ 67 રન બનાવ્યા હતા. તો ટાર્ગેટનો પીછો કરતા દિલ્હીની શરૂઆત ખરાબ રહી હતી. કેપ્ટન વોર્નર શૂન્ય પર આઉટ થયો હતો. ત્યારબાદ સોલ્ટ અને માર્શ વચ્ચે સદીની ભાગીદારી થઈ હતી. આ બંને બેટર આઉટ થતાં દિલ્હીનો ધબડકો થયો અને ટીમ 9 રનથી મેચ હારી ગઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે