Home> Sports
Advertisement
Prev
Next

વર્લ્ડ રેન્કિંગમાં નંબર-1 પર પહોંચ્યો રેસલર દીપક પૂનિયા, બજરંગને નુકસાન

વિશ્વ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતનાર ભારતના દીપક પૂનિયાએ પુરુષોના 86 કિલો ફ્રીસ્ટાઇલ વર્લ્ડ રેન્કિંગમાં પ્રથમ સ્થાન હાસિલ કરી લીધું છે. 

વર્લ્ડ રેન્કિંગમાં નંબર-1 પર પહોંચ્યો રેસલર દીપક પૂનિયા, બજરંગને નુકસાન

નવી દિલ્હીઃ વિશ્વ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતનાર ભારતના દીપક પૂનિયાએ પુરૂષોના 86 કિલો ફ્રીસ્ટાઇલ વર્લ્ડ રેન્કિંગમાં પ્રથમ સ્થાન હાસિલ કરી લીધું છે. જૂનિયર વર્લ્ડ ચેમ્પિયન દીપકે ઈજાને કારણે કઝાકિસ્તાનના નૂર-સુલ્તાનમાં વિશ્વ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પોતાનું નામ પરત લઈ લીધું, જેના કારણે તેણે સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. 

fallbacks

યૂનાઇટેડ વર્લ્ડ રેસલિંગ દ્વારા જાહેર થયેલા રેન્કિંગમાં દીપક પૂનિયા 82 પોઈન્ટની સાથે પ્રથમ સ્થાને છે, તેના વર્લ્ડ ચેમ્પિયન યાજદાનીથી ચાર પોઈન્ટ વધુ છે. આ વચ્ચે વિશ્વ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતનાર બજરંગ પૂનિયાને એક સ્થાનનું નુકસાન થયું છે. તે 65 કિલો વર્ગમાં 63 પોઈન્ટની સાથે બીજા સ્થાન પર પહોંચી ગયો છે, જ્યારે ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર રૂસનો ગાદજિમૂરાદ રાશિદોવ 72 પોઈન્ટની સાથે ટોપ પર પહોંચી ગયો છે. 
fallbacks

રવિ દહિયા 57 કિલો વર્ગમાં ટોપ પાંચમાં પહોંચી ગયો છે, જ્યારે રાહુલ અવારેએ 61 કિલો વર્ગમાં બીજુ સ્થાન હાસિલ કર્યું છે. બંન્નેએ વિશ્વ ચેમ્પિયનશિપમાં પોત-પોતાના વર્ગોમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મહિલાઓમાં એશિયન ગેમ્સની ગોલ્ડ મેડલ વિજેતા વિનેશ ફોગાટ (52 કિલો) ચાર સ્થાન આગળ વધીને બીજા સ્થાને પહોંચી ગઈ છે. 

કોહલીના ભારતને ઓછો કરવા માટે રોહિત કેપ્ટનનો વિકલ્પઃ યુવરાજ

આગામી વર્ષે ટોક્યોમાં રમાનારી ઓલિમ્પિક ગેમ્સ માટે ટિકિટ મેળવનારી વિનેશના કુલ 71 પોઈન્ટ છે. સીમા બિસલા (50 કિલો) ત્રીજા સ્થાન પર ખચકી ગઈ છે. જ્યારે પૂજા ઢાંડા (59 કિલો) પાંચમાં સ્થાન પર છે. મંજૂ કુમારી (59 કિલો) સાતમાં સ્થાને છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More