Home> Sports
Advertisement
Prev
Next

IPL 2025 : BCCIની મોટી કાર્યવાહી, મેદાન બહાર બેઠેલા દિલ્હીના આ દિગ્ગજ ખેલાડીને પણ ફટકાર્યો દંડ

IPL 2025 : દિલ્હી કેપિટલ્સ ટીમે IPL 2025માં સુપર ઓવરની મેચમાં રાજસ્થાન રોયલ્સને હરાવ્યું હતું. આ મેચમાં મિચેલ સ્ટાર્કે દિલ્હી કેપિટલ્સ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. મેચ તો જીત્યું પણ દિલ્હીના  આ દિગ્ગજને BCCI મોટો દંડ ફટકાર્યો છે. 

IPL 2025 : BCCIની મોટી કાર્યવાહી, મેદાન બહાર બેઠેલા દિલ્હીના આ દિગ્ગજ ખેલાડીને પણ ફટકાર્યો દંડ

IPL 2025 : IPL 2025ની 32મી મેચમાં દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને સુપર ઓવરમાં હરાવ્યું હતું. આ જીત બાદ દિલ્હી કેપિટલ્સ સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે કે ટીમના બોલિંગ કોચ મુનાફ પટેલ પર 25 ટકા દંડ લગાવવામાં આવ્યો છે. આ સિવાય તેના ખાતામાં એક ડીમેરિટ પોઈન્ટ પણ જમા થયો છે. આ પાછળનું કારણ શું છે, તેના વિશે આ લેખમાં જાણીશું.

fallbacks

બોલિંગ કોચ પર કાર્યવાહી

દિલ્હી કેપિટલ્સના બોલિંગ કોચ મુનાફ પટેલને રાજસ્થાન રોયલ્સ સામેની મેચ દરમિયાન IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મેચ ફીના 25 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. તેના ખાતામાં એક ડીમેરિટ પોઈન્ટ જમા થઈ ગયો છે. બુધવારે રમાયેલી આ મેચ ખૂબ જ રોમાંચક હતી જેમાં દિલ્હીએ સુપર ઓવરમાં જીત મેળવી હતી. IPLના નિવેદન અનુસાર, ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલરે રમતની ભાવનાથી વિપરીત વર્તન કરવા સંબંધિત IPL કોડ ઓફ કન્ડક્ટની કલમ 2.20ના લેવલ 1 હેઠળ ગુનો સ્વીકાર્યો છે.

સુપર ઓવરમાં બેટ્સમેને બનાવેલ રન કે બોલરે લીધેલ વિકેટ તેમના રેકોર્ડમાં ઉમેરાય ?

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, દિલ્હી કેપિટલ્સના બોલિંગ કોચ મુનાફ પટેલને રાજસ્થાન રોયલ્સ સામે રમાયેલી મેચ દરમિયાન IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ તેમની મેચ ફીના 25 ટકા દંડ અને એક ડિમેરિટ પોઈન્ટ તેમના ખાતામાં જમા કરવામાં આવ્યો છે. મુનાફે મેચ રેફરીના આ નિર્ણયને સ્વીકારી લીધો છે. જો કે, નિવેદનમાં મુનાફે કઈ ભૂલ કરી છે તેનો ઉલ્લેખ નથી કર્યો પરંતુ એવું માનવામાં આવે છે કે તેને મેચ અધિકારી સાથે દલીલ કરવા બદલ સજા કરવામાં આવી છે.

 

આ કારણે સજા મળી

મુનાફ તેના એક ખેલાડીને એક મેસેજ આપવા મેદાનમાં મોકલવા માંગતો હતો પરંતુ મેચ અધિકારીઓએ તેને તેમ કરવાની મંજૂરી આપી નહોતી. આ ઘટના દિલ્હીની બોલિંગ દરમિયાન બની હતી જ્યારે ફોર્થ અમ્પાયરે દિલ્હીના રિઝર્વ ખેલાડીને પટેલનો મેસેજ આપવા મેદાનમાં પ્રવેશતા અટકાવ્યો હતો. પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર બાઉન્ડ્રી લાઇન પર અમ્પાયર સાથે દલીલ કરતો જોવા મળ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More