IPL 2025 : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સિઝન પહેલા દિલ્હી કેપિટલ્સે એક મોટી જાહેરાત કરી છે. તેણે દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ક્રિકેટર ફાફ ડુપ્લેસીસને આગામી સિઝન માટે વાઈસ કેપ્ટન બનાવ્યો છે. તે ગત સિઝન સુધી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)નો કેપ્ટન હતો. ભારતનો ઓલરાઉન્ડર અક્ષર પટેલ દિલ્હીનો કેપ્ટન છે. તેને ઋષભ પંતના સ્થાને કેપ્ટનશીપ આપવામાં આવી છે. પંત હવે લખનૌ સુપર જાયન્ટ્સની ટીમમાં છે.
લગ્ન બાદ પહેલીવાર IPL રમશે આ 5 ક્રિકેટર, જાણો કોણ કોણ છે આ લિસ્ટમાં સામેલ
ડુપ્લેસીસને મોટું નુકસાન થયું
દિલ્હી કેપિટલ્સે નવેમ્બર 2024ની મેગા ઓક્શનમાં ડુપ્લેસીસને રૂપિયા 2 કરોડમાં ખરીદ્યો હતો. મેગા ઓક્શન દરમિયાન તેને 5 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. ડુપ્લેસીસને 2024માં RCB તરફથી 7 કરોડ રૂપિયા મળ્યા હતા. જો કે, ફ્રેન્ચાઇઝીએ તેને આ સિઝન માટે જાળવી રાખ્યો નથી. આવી સ્થિતિમાં ડુપ્લેસીસને હરાજીમાં ઉતરવું પડ્યું. હરાજી દરમિયાન પ્રથમ દિવસે તેને કોઈએ લીધો નહોતો. આ પછી બીજા દિવસે દિલ્હીએ તેના પર બોલી લગાવી અને તેને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.
Pick up your phones, it’s your vice-captain calling 💙❤️ pic.twitter.com/W3AkYO4QKZ
— Delhi Capitals (@DelhiCapitals) March 17, 2025
ફ્રેન્ચાઇઝીએ સોમવારે એક વીડિયો શેર કર્યો અને ડુપ્લેસીસને વાઈસ-કેપ્ટન બનાવવાની જાહેરાત કરી હતી. દક્ષિણ આફ્રિકાનો આ દિગ્ગજ આ પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી પણ રમી ચૂક્યો છે. ડુપ્લેસિસે તાજેતરમાં દક્ષિણ આફ્રિકાની T20 લીગ SA 20માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે જોહાનિસબર્ગ સુપરકિંગ્સ માટે 11 મેચમાં 286 રન બનાવ્યા હતા. આ પહેલા IPL 2024માં તેના બેટથી 438 રન બનાવ્યા હતા. જ્યારે 2023માં તેણે 730 રન બનાવ્યા હતા.
બ્રુકના સ્થાને કોઈની જાહેરાત કરી નથી
દિલ્હી કેપિટલ્સે હેરી બ્રૂકનો ટોપ ઓર્ડરમાં સમાવેશ કર્યો હતો, પરંતુ અંગત કારણોસર ઈંગ્લેન્ડના આ બેટ્સમેન IPL 2025માંથી ખસી ગયો હતો. દિલ્હીએ બ્રુકના સ્થાને કોઈની જાહેરાત કરી નથી. IPL દ્વારા બ્રુક પર બે વર્ષનો પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. IPLના નવા નિયમો અનુસાર, વિદેશી ખેલાડીઓ હરાજીમાં વેચાયા બાદ માત્ર ઈમરજન્સી અને ફિટનેસની સમસ્યાના કારણે પોતાના નામ પરત ખેંચી શકશે. જો આમ નહીં કરવામાં આવે તો બે વર્ષનો પ્રતિબંધ લાદવામાં આવી શકે છે. આ કારણોસર બ્રુક પર પ્રતિબંધ છે.
બાપ રે...62 વર્ષની વયે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ, બની ગયો વર્લ્ડ રેકોર્ડ
IPL 2025 માટે દિલ્હી કેપિટલ્સ ટીમ
અક્ષર પટેલ (કેપ્ટન), ફાફ ડુ પ્લેસિસ (વાઈસ-કેપ્ટન), કુલદીપ યાદવ, ટ્રીસ્ટન સ્ટબ્સ, અભિષેક પોરેલ, મિચેલ સ્ટાર્ક, કેએલ રાહુલ, જેક ફ્રેઝર-મેકગર્ક, ટી નટરાજન, કરુણ નાયર, સમીર રિઝવી, આશુતોષ શર્મા, મોહિત શર્મા, મુકેશ કુમાર, દર્શન નલકાંડે, વિપરાજ નિગમ, દુષ્મંથા ચમીરા, ડોનોવન ફરેરા, અજય મંડલ, મનવંત કુમાર, ત્રિપુરાણા વિજય, માધવ તિવારી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે