Home> Sports
Advertisement
Prev
Next

DDCAનો નિર્ણય- હવે અરૂણ જેટલીના નામથી ઓળખાશે ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમ

દિલ્હીના ક્રિકેટ સ્ટેડિયમ ફિરોઝશાહ કોટલાનું નામ બદલીને પૂર્વ નાણાપ્રધાન અરૂણ જેટલીના નામ પર રાખવામાં આવશે. આ નિર્ણય ડીડીસીએ કર્યો છે. 
 

DDCAનો નિર્ણય-  હવે અરૂણ જેટલીના નામથી ઓળખાશે ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમ

નવી દિલ્હીઃ દિલ્હીના ક્રિકેટ સ્ટેડિયમન ફિરોઝશાહ કોટલાનું નામ બદલીને પૂર્વ નાણાપ્રધાન અરૂણ જેટલીના નામ પર રાખવામાં આવશે. આ નિર્ણય ડીડીસીએ કર્યો છે. અરૂણ જેટલીનું શનિવારે એમ્સમાં નિધન થયું હતું. અરૂણ જેટલી લાંબા સમય સુધી ડીડીસીએના અધ્યક્ષ રહ્યાં હતા. 

fallbacks

દિલ્હી તથા જિલ્લા ક્રિકેટ સંઘ (DDCA)એ મંગળવારે ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમનું નામ પોતાના પૂર્વ અધ્યક્ષ અને દેશના પૂર્વ નાણાપ્રધાન અરૂણ જેટલીના નામ પર રાખવાનો નિર્ણય કર્યો છે. આ સ્ટેડિયમને હવે અરૂણ જેટલી સ્ટેડિયમના નામથી ઓળખવામાં આવશે. આ નવુ નામકરણ 12 સપ્ટેમ્બરે એક સમારોહમાં કરવામાં આવશે. 

તેમાં એક સ્ટેન્ડનું નામ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના નામ પર પણ રાખવામાં આવશે, જેની જાહેરાત આ પહેલા કરવામાં આવી હતી. ડીડીસીએ અધ્યક્ષ રજત શર્માએ કહ્યું, 'તે અરૂણ જેટલીનો સહયોગ અને પ્રોત્સાહન હજું જે વિરાટ કોહલી, વીરેન્દ્ર સહેવાગ, ગૌતમ ગંભીર, આશીષ નહેરા, રિષભ પંત અને ઘણા અન્ય ખેલાડીઓએ ભારનતું ગૌરવ વધાર્યું હતું.'

ICC Test Rankings: બુમરાહની મોટી છલાંગ, પ્રથમવાર ટોપ-10મા પહોંચ્યો 

અરૂણ જેટલીને ડીડીસીએ સ્ટેડિયમને આધુનિક સુવિધાઓ યુક્ત બનાવવા અને દર્શક ક્ષમતા વધારવાની સાથે વિશ્વસ્તરીય ડ્રેસિંગ રૂમ બનાવવાનો શ્રેય જાય છે. સમારોહ જવાહર લાલ નહેરૂ સ્ટેડિયમાં યોજાશે, જેમાં ગૃહ પ્રધાન અમિત શાહ અને ખેલ પ્રધાન કિરણ રિજિજૂ પણ ભાગ લેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More