નવી દિલ્હીઃ કોરોના વાયરસને કારણે સાત મહિનાના બ્રેક બાદ વાપસી કરી રહેલા ભારતના સ્ટાર બેડમિન્ટન ખેલાડી કિદાંબી શ્રીકાંતે ગુરૂવારે અહીં જેસન એન્થોની હો શુઈને સીધી ગેમમાં હરાવીને ડેનમાર્ક ઓપનના ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવી લીધુ છે.
માત્ર 33 મિનિટમાં આપ્યો પરાજય
પાંચમા ક્રમાંકિત ભારતીય ખેલાડીએ પુરૂષ સિંગલ્સના બીજા રાઉન્ડના મુકાબલામાં કેડેનાના પોતાના વિરોધીને માત્ર 33 મિનિટમાં 21-15 21-14 થી હરાવ્યો. આ સુપર 750 ટૂર્નામેન્ટ આ વર્ષે બેડમિન્ટન વિશ્વ મહાસંઘ (બીડબ્લ્યૂએફ)ના કેલેન્ડમાં રમાનાર એકમાત્ર ટૂર્નામેન્ટ છે.
કોરોનાની અસર
ધ બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન (The Badminton World Federation)એ કોરોના વાયરસ મહામારીને કારણે ઘણી ટૂર્નામેન્ટ રદ્દ કરવી પડી અને એશિયન રાઉન્ડ તથા વિશ્વ ટૂર ફાઇનલને આગામી વર્ષે જાન્યુઆરી સુધી સ્થગિત કરવી પડી હતી. દુનિયાનો પૂર્વ નંબર એક અને હાલ 14મા નંબરનો ખેલાડી શ્રીકાંતે હવે આગામી રાઉન્ડમાં ચીની તાઇપેના ટિએન ચેન ચાઉ અને આયર્લેન્ડના એનહાત એનગુએન વચ્ચે રમાનાર મુકાબલાના વિજેતા સામે ટકરાવાનું છે.
લક્ષ્ય સેનનો મુકાબલો
ભારતના લક્ષ્ય સેને પણ આજે બીજા રાઉન્ડના મુકાબલામાં સ્થાનીક દાવેદાર હેન્સ ક્રિસ્ટિયન સોલ્બર્ગ વિટિંગસ સામે ટકરાવાનું છે. શુભંકર ડે અને અજય જયરામે બુધવારે પ્રથમ રાઉન્ડના મુકાબલામાં હારનો સામનો કરવો પડ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે