લંડનઃ ઓસ્ટ્રેલિયા વિશ્વ કપના સેમિફાઇનલમાં સ્થાન મેળવનારી પ્રથમ ટીમ બની પરંતુ ફાસ્ટ બોલિંગ આક્રમણના આગેવાન મિશેલ સ્ટાર્કે કહ્યું કે, ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ નોકઆુટ સ્ટેજ પહેલા કોઈપણ વસ્તુને હળવાશમાં લેવાની ભૂલ ન કરી શકે. ઓસ્ટ્રેલિયાએ મંગળવારે ઐતિહાસિક લોર્ડ્ના મેદાન પર યજમાન ઈંગ્લેન્ડને 64 રનથી હરાવીને અંતિમ-4મા સ્થાન પાક્કુ કર્યું હતું. સેમીફાઇનલ પહેલા ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ બે લીગ મેચ રમવાની છે.
સ્ટાર્કે કહ્યું, 'સેમીફાઇનલ પહેલા ઘણું ક્રિકેટ રમવાનું બાકી છે. અમારે બે મહત્વપૂર્ણ મેચ રમવાની છે પરંતુ ફાઇનલની યજમાની કરનાર લોર્ડ્સમાં રમીને અમને આત્મવિશ્વાસ મળ્યો છે.'
તેણે કહ્યું, 'અમારે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પણ અહીં રમવાનું છે, જે કાંટાનો મુકાબલો હશે. તે શાનદાર ક્રિકેટ રમી રહ્યાં છે. કોઈએ પણ તેના વિશે વધુ ચર્ચા ન કરી અને તે સતત જીતી રહ્યાં છે.' સ્ટાર્કે મેચમાં 8.4 ઓવરમાં 43 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.
World Cup 2019: હાર બાદ પીટસરને કેપ્ટન મોર્ગનને ગણાવ્યો નબળો, કહ્યું- ઈંગ્લેન્ડની રાહ મુશ્કેલ
સ્ટાર્કે ડાબા હાથના પોતાના સાથી ફાસ્ટ બોલર જેસન બેહરેનડોર્ફથી પણ પ્રસંશા કરી હત, જેણે પોતાની બીજી વિશ્વ કપ મેચમાં 44 રન આપીને 5 વિકેટ હાસિલ કરી હતી. તેણે કહ્યું, 'બેહરેનડોર્ફે શાનદાર બોલિંગ કરી, શાનદાર અને તે 5 વિકેટ લેવાનો હકદાર હતો અને અહીં લોર્ડ્સમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ સારૂ પ્રદર્શન જોઈને ઘણી ખુશી થઈ. મેં ભૂતકાળમાં મિશેલ જોનસનની સાથે બોલિંગ કરી અને આજના પ્રદર્શનથી સાબિત થયું કે એવું કોઈ કારણ નથી કે જો પિચ અને સ્થિતિ અનુકૂળ હોય તો તમે બે લેફ્ટ આર્મ પેસરની સાથે ન ઉતરી શકો.'
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે