Home> Sports
Advertisement
Prev
Next

વિનેશના સ્વાગતમાં બજરંગ પુનિયાથી થઈ મોટી ભૂલ, ભડક્યા પ્રશંસકો, કહ્યું; 'માફી માંગો...'

Bajrang Punia: રેસલિંગની સ્ટાર વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિક્સમાં એક મોટો મુદ્દો સાબિત થઈ. તેમના સાથી બજરંગ પુનિયા અને સાક્ષી મલિકે દરેક જગ્યાએ તેમનો સપોર્ટ કર્યો. પરંતુ સ્વાગત સમારોહમાં બજરંગ પુનિયાએ એક મોટી ભૂલ કરી નાંખી. જેના કારણે સોશિયલ મીડિયામાં બબાલ મચી ગઈ.

 વિનેશના સ્વાગતમાં બજરંગ પુનિયાથી થઈ મોટી ભૂલ, ભડક્યા પ્રશંસકો, કહ્યું; 'માફી માંગો...'

Vinesh Phogat Welcome: રેસલિંગની સ્ટાર વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિક્સમાં એક મોટો મુદ્દો સાબિત થઈ. તેમના સાથી બજરંગ પુનિયા અને સાક્ષી મલિકે દરેક જગ્યાએ તેમની સાથે રહ્યા અને પ્રોત્સાહન આપતા રહ્યા, પરંતુ સ્વાગત સમારોહમાં બજરંગ પુનિયાએ એક મોટી ભૂલ કરી નાંખી. જેના કારણે સોશિયલ મીડિયામાં હોબાળો મચી ગયો. જોકે બજરંગ પુનિયા અને સાક્ષી મલિક સહિત વિનેશના કેટલાક સાથીઓ એરપોર્ટ લેવા પહોંચ્યા. તે દરમિયાન બજરંગ પુનિયાએ રોડ શો દરમિયાન એક મિસ્ટેક કરી નાંખી, જેના કારણે પ્રશંસકો તેમણે નિશાન બનાવી રહ્યા છે.

fallbacks

શું છે સમગ્ર મામલો?
વિનેશ ફોગાટના રોડ શોના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. એક વીડિયો બજરંગ પુનિયાનો પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે ગાડી પર ઉભા થઈને મીડિયા અને ભીડને હટાવતા નજરે પડી રહ્યા હતા. આ દરમિયાન ગાડી પર ચોંટાડેલા ત્રિરંગા પર તેમનો પગ પડી રહ્યો હતો, જો કે, પુનિયાની નજર ત્યાં નહોતી. આ જોયા બાદ પ્રશંસકો પુનિયા પર ભડક્યા હતા.

ત્રિરંગાનું અપમાન ના કરો...'
યૂઝર્સ અલગ અલગ રીતે બજરંગ પુનિયાને ટ્રોલ કરતા નજરે પડી રહ્યા છે. એક યૂઝર્સે તો વીડિયો શેર કરીને લખ્યું, ત્રિરંગાનું અપમાન કરવાનું બંધ કરો. એક અન્ય યૂઝર્સે લખ્યું, બજરંગ પુનિયાને માફી માંગવી જોઈએ, જોકે કેટલાક લોકો તેમનો સપોર્ટ પણ કરતા નજરે પડી રહ્યા છે. એક યૂઝર્સે લખ્યું કે બજરંગ પુનિયાથી આ ભૂલ જાણી જોઈને થઈ નથી.

વિનેશ ફોગાટ થઈ ભાવુક
એરપોર્ટ પર પોતાના સાથીઓને જોયા બાદ વિનેશ ફોગાટ સતત રડતી નજરે  નજરે પડી હતી. રોડ શો દરમિયાન પણ તેમના આંસુ રોકાતા નહોતા. ઉલ્લેખનીય છે કે વિનેશ ગોલ્ડ મેડલથી માત્ર એક કદમ દૂર હતી ત્યારે તેમણે 100 ગ્રામ વધારે વજનના કારણે ફાઈનલમાંથી બહાર કરી દેવામાં આવી હતી. ત્યારબાદ તેમણે કુશ્તીમાંથી સંન્યાસ લીધો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More