Home> Sports
Advertisement
Prev
Next

વનડેમાં ક્યારેય આઉટ જ નથી થયો આ ભારતીય ખેલાડી, બોલર વિકેટ લેવા માટે તરસી ગયા હતા

વનડેમાં ક્યારેય આઉટ જ નથી થયો આ ભારતીય ખેલાડી, બોલર વિકેટ લેવા માટે તરસી ગયા હતા

ક્રિકેટ ઈતિહાસમાં એકથી એક ચડીયાતા ધૂરંધર બેટ્સમેન થઈ ગયા જેમણે રન અને સદીઓની હારમાળા સર્જી દીધી. પરંતુ શું તમને ખબર છે કે કેટલાક બેટ્સમેન એવા પણ છે જેમને વનડે ક્રિકેટમાં દુનિયાના કોઈ પણ બોલર આઉટ કરી શક્યા નથી. જાણો આવા જ કેટલાક ભારતીય બેટ્સમેન વિશે...

fallbacks

વનડેમાં ક્યારેય આઉટ નથી થયો આ બેટ્સમેન
જ્યારે આ ખેલાડીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડગ માંડ્યા તો તેને મહેન્દ્ર સિંહ ધોનીના ડુપ્લીકેટની ઉપમા મળી હતી. તેના લાંબા લાંબા વાળ જોઈને લોકો તેની સરખામણી ધોની સાથે કરતા હતા. આ ખેલાડીએ આઈપીએલમાં પણ શાનદાર પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવી હતી. આ ખેલાડી છે સૌરભ તિવારી જેણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વર્ષ 2010માં વનડે ડેબ્યુ કર્યું હતું. સૌરભ તિવારીએ ટીમ ઈન્ડિયા માટે ફક્ત ત્રણ વનડે મેચ રમી છે, જેમાં તે ફક્ત બે ઈનિંગમાં જ બેટિંગ કરી શક્યો. સૌરભ તિવારી આ બંને ઈનિંગમાં નોટઆઉટ રહ્યો. ત્યારબાદ તેને ટીમમાંથી બહારનો રસ્તો દેખાડી દેવાયો. 

fallbacks

આ બે ભારતીય બેટ્સમેન પણ નથી થયા આઉટ
સૌરભ તિવારી ઉપરાંત ભારતના બીજા પણ 2 બેટ્સમેન એવા છે જેમને વનડે ક્રિકેટમાં દુનિયાના કોઈ પણ બોલર આઉટ જ નથી કરી શક્યા. તેમના વિશે પણ જાણો. 

ફૈઝ ફઝલ
ફૈઝ ફઝલે ઘરેલુ ક્રિકેટમાં પોતાના શાનદાર પ્રદર્શનથી બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ અને આ કારણે જ તેને ટીમ ઈન્ડિયામાં પણ તક મળી હતી. પરંતુ આ ખેલાડી ટીમ ઈન્ડિયા માટે ફક્ત એક જ મેચ રમ્યો. વર્ષ 2016માં રમાયેલી આ વનડે મેચમાં ઝિમ્બાબ્વે વિરુદ્ધ ફૈઝ ફઝલે અણનમ 55 રનની ઈનિંગ રમી. આ શાનદાર રમત થતાં તેને ટીમમાંથી બહાર કરાયો હતો. 

fallbacks

ભરત રેડ્ડી
 ભરત રેડ્ડીને કદાચ આજના યુવાઓ ન  જાણતા હોય પરંતુ આ ખેલાડી એક સમયે ભારતીય ક્રિકેટ ટીમ માટે 3 વનડે મેચ રમ્યો હતો. ભરત રેડ્ડી 1978થી લઈને 1981 સુધી ભારત માટે 3 વનડે મેચ રમ્યો. જેમાંથી બે મેચમાં તેને બેટિંગ કરવા મળી હતી  અને આ બંને મેચમાં તે અણનમ રહ્યો હતો. ત્યારબાદ ભરત રેડ્ડીને પણ ટીમમાંથી બહારનો રસ્તો દેખાડી દેવાયો હતો અને તેની કરિયરનો પણ દુખદ અંત આવી ગયો. 

fallbacks

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More