Home> Sports
Advertisement
Prev
Next

આ બેટ્સમેન ફટકારશે ટી20 ક્રિકેટમાં પ્રથમ બેવડી સદીઃ ડ્વેન બ્રાવો


બ્રાવોનુ માનવુ છે કે સીમિત ઓવરોમાં ભારતીય ટીમનો વાઇસ કેપ્ટન રોહિત શર્મા ટી20 ફોર્મેટમાં સૌથી પહેલા બેવડી સદી ફટકારશે. રોહિતના નામે વનડે આંતરરાષ્ટ્રીયમાં ત્રણ બેવડી સદી છે. 

આ બેટ્સમેન ફટકારશે ટી20 ક્રિકેટમાં પ્રથમ બેવડી સદીઃ ડ્વેન બ્રાવો

નવી દિલ્હીઃ વેસ્ટઈન્ડિઝના ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોને લાગે છે કે રોહિત શર્મા ટી20માં બેવડી સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન હશે. ચેન્નઈ સુપર કિંગ્સના ઓલરાઉન્ડરને લાગે છે કે ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં બેવડી સદી ફટકારનાર ભારતીય ટીમનો વાઇસ કેપ્ટન પ્રથમ ખેલાડી હશે. 

fallbacks

ઉલ્લેખનીય છે કે એકદિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં છ બેટ્સમેન બેવડી સદી ફટકારી ચુક્યા છે પરંતુ ટી20માં હજુ સુધી કોઈ તેમ કરી શક્યું નથી. 

રોહિત પોતાની આક્રમક બેટિંગ માટે જાણીતો છે. વનડેમાં તેના નામે ત્રણ બેવડી સદી છે. તે આ ફોર્મેટમાં એકથી વધુ બેવડી સદી ફટકારનાર એકમાત્ર બેટ્સમેન છે. 

ક્રિકઇન્ફોને આપેલા એક ઇન્ટરવ્યૂમાં બ્રાવોને જ્યારે પૂછવામા આવ્યુ કે, ટી20 ફોર્મેટમાં ક્યો બેટ્સમેન પહેલા બેવડી સદી ફટકારશે તો તેણે રોહિતનું નામ લીધુ. રોહિતના નામે ટી20 ક્રિકેટમાં 6 સદી છે. તેણે ચાર આંતરરાષ્ટ્રીય અને બે લીગમાં બનાવી છે. 

પાકિસ્તાન ટીમના મુખ્ય કોચે કહ્યુ- બોલરને પહેરાવી દો માસ્ક, બોલ પર નહીં લગાવી શકે લાળ  

ટી20 ક્રિકેટમાં સર્વોચ્ચ સ્કોરની વાત કરીએ તો આ રેકોર્ડ ક્રિસ ગેલના નામે છે. ગેલે આઈપીએલમાં આરસીબી તરફથી રમતા પુણે વોરિયર્સ વિરુદ્ધ 175 રન ફટકાર્યા હતા. તો ટી20 આંતરરાષ્ટ્રીયની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાનો એરોન ફિન્ચ આ લિસ્ટમાં સૌથી ઉપર છે. 

ફિન્ચે 76 બોલ પર 172 રન બનાવ્યા હતા. તેણે ઝિમ્બાબ્વે વિરુદ્ધ 2018માં આક્રમક સદી ફટકારી હતી. ત્યારબાદ અફઘાનિસ્તાનના હઝરતુલ્લાહ ઝઝઈનો નંબર આવે છે જેણે આયર્લેન્ડ વિરુદ્ધ 62 બોલમાં 162 રન બનાવ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More