Home> Sports
Advertisement
Prev
Next

આ છે 107 વર્ષની ઇન્ટરનેશનલ ક્રિકેટર, જાણો તેમની ફિટનેસનું સિક્રેટ્સ, જુઓ Video

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ટ્વિટર પર તેમનો એક વીડિયો શર કર્યો, જેમાં વેલાન ઇંગ્લેન્ડની વર્તમાન મહિલા ક્રિકેટ ટીમની કેપ્તાનની સાથે યોગ કરી રહ્યાં છે.

આ છે 107 વર્ષની ઇન્ટરનેશનલ ક્રિકેટર, જાણો તેમની ફિટનેસનું સિક્રેટ્સ, જુઓ Video

નવી દિલ્હી: દક્ષિણ એશિયામાં ક્રિકેટનો ઇતિહાસ સૌ વર્ષથી પણ જૂનો છે, પરંતુ ઇંગ્લેન્ડમાં એક એવી ક્રિકેટર છે જે આ ઉપ માહાદ્વિપમાં ક્રિકેટ સંસ્કૃતિ જેટલા જ જુના છે. મંગળવારે (30 ઓક્ટોબર) 107 વર્ષની લંડનમાં જન્મેલી એલીન વેલાનના બીજા વિશ્વ યુદ્ધથી પહેલા અને પછી પણ ક્રિકેટ રમ્યા છે.

fallbacks

એલીન વેલાનના 1937માં ઓસ્ટ્રેલિયાની સામે ક્રિકેટમાં તેમનો ડેબ્યૂ કર્યું હતું. ઇંગ્લેન્ડનું પ્રતિનિધિત્વ કર્યા ઉપરાંત સાઉથ ઓફ ઇંગ્લેન્ડ, સિવિલ સર્વિસ અને મેડિલસેક્સ માટે પણ રમતા હતા. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ટ્વિટર પર તેમનો એક વીડિયો શર કર્યો, જેમાં વેલાન ઇંગ્લેન્ડની વર્તમાન મહિલા ક્રિકેટ ટીમની કેપ્તાનની સાથે યોગ કરી રહ્યાં છે.

એલીન 107 વર્ષની ઉંમરે પણ સંપૂર્ણ રીતે ફિટ જોવા મળ્યા હતા. વર્ષ 2011માં વેલાન 100 વર્ષ પૂરા કરનારી પ્રથમ મહિલા ટેસ્ટ ક્રિકેટ ખેલાડી બન્યા હતા. એલીન વેલાનનું કહેવું છે કે યોગ અને સ્વસ્થ ભોજન તેમને આટલા લાંબા જીવનનું સિક્રેટ્સ છે.

2017ની આઇસીસી મહિલા વર્લ્ડ કપ દરમિયાન એલીન વેલાન ઇંગ્લેન્ડમાં લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર હાજર હતા. ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે ફાઇનલ મેચમાં તેમણે મેચ શરૂ કરવાની બેલ વગાડી હતી.

એલીન વેલાનને એલીન એશના નામથી પણ ઓળખવામાં આવે છે. સત્તાવાર રીતે એલીન વેલાને 7 ટેસ્ટ મેચ રમ્યા અને માત્ર 38 રન બનાવ્યા હતા. પરંતુ જે વસ્તુ માટે તેઓ જાણીતા છે તે તેમની બોલિંગની ઇકોનોમી રેટ છે. સાત ટેસ્ટમાં તેમણે 2.23ની ઇકોનોમીથી 10 વિકેટ લિધી હતી. એલીન વેલાને તેમની છેલ્લી ટેસ્ટ મેચ ન્યૂઝીલેન્ડની સામે 1949માં રમ્યા હતા.

સ્પોર્ટના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More