Home> Sports
Advertisement
Prev
Next

ENG vs SA: સેન્ચુરિયન ટેસ્ટ જીતવા માટે ઈંગ્લેન્ડને 255 રનની જરૂર

દક્ષિણ આફ્રિકાની બીજી ઈનિંગ 272 રન પર સમાપ્ત થઈ અને પ્રથમ ઈનિંગની લીડના આધારે ઈંગ્લેન્ડને જીતવા માટે 376 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. 
 

ENG vs SA: સેન્ચુરિયન ટેસ્ટ જીતવા માટે ઈંગ્લેન્ડને 255 રનની જરૂર

સેન્ચુરિયનઃ દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડે 376 રનના લક્ષ્યનો પીછો કરતા બીજી ઈનિંગમાં 1 વિકેટના નુકસાન પર 121 રન બનાવી લીધા છે. જીત માટે હજુ તેને 255 રનની જરૂર છે. ત્રીજા દિવસે સ્ટંમ્પ સમયે રોરી બર્ન્સ 77 અને જો ડેનલી 10 રન બનાવી ક્રીઝ પર છે. 

fallbacks

આ પહેલા દક્ષિણ આફ્રિકાની બીજી ઈનિંગ 272 રન પર સમાપ્ત થઈ ગઈ હતી. કાલના સ્કોર 72/4થી આગળ રમતા પ્રોટિયાઝની ટીમે સંભાળીને શરૂઆત કરી હતી. બીજા દિવસે અણનમ બેટ્સમેન રેસી વેન ડર ડુસેન અને નાઇટવોચમેન એનરિક નોર્ત્જેએ ધીરે-ધીરે ઈનિંગને આગળ વધારવાની શરૂઆત કરી હતી. બંન્નેએ પાંચમી વિકેટ માટે 91 રનની ભાગીદારી કરી હતી.

153ના સ્કોર પર ડુસેન 51 રન બનાવી આઉટ થયો હતો. નોર્ત્જેએ 40 રન બનાવ્યા હતા. 7મા ક્રમે બેટિંગ કરવા આવેલા વિકેટકીપર ડી કોકે આક્રમક બેટિંગ કરી હતી. તે 34 રન બનાવી આઉટ થયો હતો. નિચલા ક્રમમાં છેલ્લી ટેસ્ટ સિરીઝ રમી રહેલા ફિલાન્ડરે 46 રનનું યોગદાન આપ્યું હતું. 

દક્ષિણ આફ્રિકાની બીજી ઈનિંગ 272 રન પર સમાપ્ત થઈ અને પ્રથમ ઈનિંગની લીડના આધારે ઈંગ્લેન્ડને જીતવા માટે 376 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. જોફ્રા આર્ચરે બીજી ઈનિંગમાં પાંચ વિકેટ ઝડપી હતી. મોટા લક્ષ્યનો પીછો કરતા ઉતરેલી ઈંગ્લેન્ડ ટીમની શરૂઆત સારી રહી હતી. ડોમિનિક સિબ્લી અને રોરી બર્ન્સની ઓપનિંગ જોડીએ 92 રનની ભાગીદારી કરી હતી. સિબ્લી 29 રન બનાવી કેશમ મરાહાજનો શિકાર બન્યો હતો. તો રોરી બર્ન્સ 77 રન બનાવી ક્રીઝ પર છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More