Home> Sports
Advertisement
Prev
Next

ભારત વિરુદ્ધ પ્રથમ બોલ રમવાની સાથે ઈંગ્લેન્ડ બનાવી લેશે આ મોટો રેકોર્ડ

ઈંગ્લેન્ડે 1877માં મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (એમસીજી)માં વિરોધી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઉદ્ઘાટન ટેસ્ટ રમી હતી. 141 વર્ષ બાદ તે પોતાની 1,000મી ટેસ્ટ રમવા ઉતરશે. 
 

ભારત વિરુદ્ધ પ્રથમ બોલ રમવાની સાથે ઈંગ્લેન્ડ બનાવી લેશે આ મોટો રેકોર્ડ

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડના ક્રિકેટ ઇતિહાસમાં બર્મિઘમ ટેસ્ટ ખાસ ઉપલબ્ધિ લઈને આવશે. એઝબેસ્ટનમાં ભારત વિરુદ્ધ એક ઓગસ્ટથી રમાનારી પ્રથમ ટેસ્ટ ઈંગ્લેન્ડ ટીમની 1,000મી ટેસ્ટ મેચ હશે. આ સાથે તે હજાર ટેસ્ટ મેચનો આંકડા સુધી પહોંચનારી પ્રથમ ટીમ હશે. 

fallbacks

ઈંગ્લેન્ડની ટીમે અત્યાર સુધી 999 ટેસ્ટ મેચોમાંથી 357 જીત મેળવી છે. 297 ટેસ્ટમાં તેને હારનો સામનો કરવો પજ્યો છે, જ્યારે 345 ટેસ્ટ ડ્રો રહ્યાં છે. ઈંગ્લેન્ડની સાથે ટેસ્ટની સફર શરૂ કરનાર ઓસ્ટ્રેલિયન ટીમે અત્યાર સુધી 812 મેચ રમી છે. 

કોણે રમી કેટલી ટેસ્ટ
1. ઈંગ્લેન્ડ (1877-2018)- 999 ટેસ્ટ

2. ઓસ્ટ્રેલિયા (1877-2018)- 812 ટેસ્ટ

3. વેસ્ટઇન્ડિઝ (1928-2018)- 535 ટેસ્ટ

4. ભારત (1932-2018) - 522 ટેસ્ટ

5. સાઉથ આફ્રિકા (1889-2018) 427 ટેસ્ટ

6. ન્યૂઝીલેન્ડ (1930-2018) - 426 ટેસ્ટ

7. પાકિસ્કાન (1952-2018)- 415 ટેસ્ટ

8. શ્રીલંકા (1982-2018) - 274 ટેસ્ટ

9. બાંગ્લાદેશ (2000-2018)- 108 ટેસ્ટ

10. ઝિમ્બાબ્વે (1992-2017) 105 ટેસ્ટ

આઈસીસી વર્લ્ડ ઇલેવન, આયર્લેન્ડ, અફઘાનિસ્તાને 1-1 ટેસ્ટ રમી છે. 

ઈંગ્લેન્ડના આ છે માઇલ સ્ટોન

1. ટેસ્ટ ક્રિકેટનો પ્રથમ ટેસ્ટ (15-19 માર્ચ 1877) ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. આ ઐતિહાસિક મેલબોર્ન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 45 રને હરાવ્યું હતું. 

2. ઈંગ્લેન્ડના ઐતિહાસિક પ્રથમ ટેસ્ટના કેપ્ટન જેમ્સ લિલીહવાઇટ (જૂનિયર) હતા, જ્યારે 1000મી ટેસ્ટમાં જો રૂટ આગેવાની કરશે. 

3. ઈંગ્લેન્ડ તરફથી પ્રથમ વિકેટ લેવાનો શ્રેય રાઉન્ડઆર્મ મીડિયમ પેસર એલન હિલને છે. 

4. ઈંગ્લેન્ડ તરફથી પ્રથમ સદી (152) ફાધર ઓફ ક્રિકેટ ડબ્લ્યૂ ગ્રેસે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 1980માં ઓવલ ટેસ્ટ દરમિયાન ફટકારી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More