Home> Sports
Advertisement
Prev
Next

ENG vs IND: ઈંગ્લેન્ડે પ્રથમ બે ટેસ્ટ માટે ટીમ કરી જાહેર, સ્ટાર ખેલાડીઓની વાપસી

ભારત સામે આગામી 4 ઓગસ્ટથી શરૂ થઈ રહેલી ટેસ્ટ સિરીઝ માટે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે ટીમની જાહેરાત કરી દીધી છે. 

ENG vs IND: ઈંગ્લેન્ડે પ્રથમ બે ટેસ્ટ માટે ટીમ કરી જાહેર, સ્ટાર ખેલાડીઓની વાપસી

નવી દિલ્હીઃ ભારત વિરુદ્ધ 4 ઓગસ્ટથી શરૂ થઈ રહેલી પાંચ મેચોની ટેસ્ટ સિરીઝ માટે ઈંગ્લેન્ડે 17 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. આ ટીમ પ્રથમ બે ટેસ્ટ માટે જાહેર કરવામાં આવી છે. ઈંગ્લેન્ડની ટીમમાં દિગ્ગજ ખેલાડીઓની વાપસી થઈ છે. ટીમના કેપ્ટન જો રૂટ અને બેન સ્ટોક્સ ભારત સામે ટેસ્ટ સિરીઝમાં વાપસી કરશે. તો કોચ તરીકે સિલ્વરવુડ ફરી ટીમ સાથે જોડાશે. 

fallbacks

પ્રથમ બે ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની ટીમ
જો રૂટ (કેપ્ટન), જેમ્સ એન્ડરસન, જોની બેયરસ્ટો, ડોમ બેસ, સ્ટુઅર્ટ બ્રોડ, રોરી બર્ન્સ, જોસ બટલર, જેક ક્રાઉલે, સેમ કરન, હસીબ હમીદ, ડેન લોરેન્સ, જેક લીચ, ઓલી પોપ, ઓલી રોબિન્સન, ડોમ સિબલી, બેન સ્ટોક્સ અને માર્ક વુડ. 

ઉલ્લેખનીય છે કે પાંચ મેચોની ટેસ્ટ સિરીઝનો પ્રથમ મુકાબલો 4થી 8 ઓગસ્ટ નોટિંઘમમાં રમાશે. ત્યારબાદ બીજી ટેસ્ટ 12થી 16 ઓગસ્ટ સુધી લોર્ડ્સના મેદાન પર રમાશે. ત્રીજી ટેસ્ટ મેચ 25 ઓગસ્ટથી 29 ઓગસ્ટ સુધી લીડ્સમાં અને ચોથી ટેસ્ટ 2થી 6 સપ્ટેમ્બર સુધી લંડનના ધ ઓવલ મેદાન પર રમાશે. સિરીઝની અંતિમ ટેસ્ટ મેચ 10 સપ્ટેમ્બરથી માન્ચેસ્ટરમાં રમાશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More