માન્ચેસ્ટરઃ ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર નિર્ણાયક ટેસ્ટના અંતિમ દિવસે 399 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરતા વેસ્ટ ઈન્ડિઝની ટીમ 129 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે ઈંગ્લેન્ડે આ મેચ 269 રને જીતીને ત્રણ મેચોની સિરીઝ પર 2-1થી કબજો કરી લીધો છે. વેસ્ટ ઈન્ડિઝે મંગળવારે 10/2થી આગળ રમવાનું શરૂ કર્યું હતું. ઈંગ્લેન્ડ તરફથી ક્રિસ વોક્સે 5 વિકેટ ઝડપી, તો સ્ટુઅર્ડ બ્રોડને 4 સફળતા મળી હતી. બ્રોડે આ મેચમાં કુલ 10 વિકેટ ઝડપી અને તે 'મેન ઓફ ધ મેચ' રહ્યો, જ્યારે 'પ્લેયર ઓફ ધ સિરીઝ' સંયુક્ત રીતે બ્રોડ અને રોસ્ટન ચેસ રહ્યાં હતા.
વેસ્ટ ઈન્ડિઝને અંતિમ દિવસે પ્રથમ ઝટકો 45ના સ્કોર પર સ્ટુઅર્ટ બ્રોડે આપ્યો હતો. આ સાથે તેણે પોતાના ટેસ્ટ કરિયરમાં 500 વિકેટ પૂરી કરી હતી. ક્રેગ બ્રેથવેટ (19)ને એલબીડબ્લ્યૂ કરી તેણે 140 મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. તે 500ના જાદૂઈ આંકડા સુધી પહોંચનાર વિશ્વનો સાતમો બોલર છે.
☝️ 16 wickets at 10.93 🤯
🏏 73 runs
🔥 Batting strike rate of 124Stuart Broad is England's Player of the Series! 👏 #ENGvWI pic.twitter.com/ocXh979165
— ICC (@ICC) July 28, 2020
વરસાદને કારણે ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રીજી ટેસ્ટના ચોથા દિવસને રમત ધોવાઈ ગઈ હતી. જેથી માન્ચેસ્ટર ટેસ્ટના પાંચમાં દિવસ પર બધાની નજર હતી.
પાંચમાં દિવસે પણ ઘણીવાર વરસાદનું વિઘ્ન આવ્યું, પરંતુ ઈંગ્લેન્ડે બ્રોડ અને વોક્સની બોલિંગની મદદથી મેચ જીતવામાં સફળતા મેળવી હતી. વેસ્ટ ઈન્ડિઝે નિયમિત અંતરે વિકેટ ગુમાવી હતી. શાઈ હોપે સર્વાધિક 31 રન બનાવ્યા હતા. જર્મેન બ્લેકવુડે 23, એસ બ્રૂક્સે 22, ક્રેગ બ્રેથવેટે 19 અને કેપ્ટન જેસન હોલ્ડર 12 જ ડબલ ડિઝિટમાં પહોંચી શક્યા હતા.
ઈંગ્લેન્ડનું દમદાર પ્રદર્શન, માન્ચેસ્ટરમાં સતત બીજી જીત
ઈંગ્લેન્ડે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડમાં આ સતત બીજી જીત મેળવી હતી. આ પહેલા બીજી ટેસ્ટ પણ માન્ચેસ્ટરમાં રમાઇ હતી, જેમાં યજમાન ટીમે 113 રનથી જીત મેળવી હતી. તો સાઉથેમ્પ્ટનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ વિન્ડિઝે ચાર વિકેટે જીતી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે