કતારઃ FIFA WC 2022 Qatar Japan vs Germany: ફીફા વિશ્વકપમાં ફરી મોટો અપસેટ જોવા મળ્યો છે. આજે ગ્રુપ-ઈના એક મુકાબલામાં જાપાને દમદાર પ્રદર્શન કરતા ચાર વખતની વિશ્વ ચેમ્પિયન જર્મનીને પરાજય આપ્યો છે. જાપાને 2-1થી જીત મેળવી હતી. જાપાન માટે ટકોમા અસાનો અને રિત્સુ દૂને ગોલ કર્યાં હતા. જ્યારે જર્મની માટે એકમાત્ર ગોલ ઇલ્કે ગુએનડોગને કર્યો હતો. મુકાબલામાં જર્મનીની શરૂઆત સારી રહી હતી. ટીમે પહેલા હાફમાં ગોલ કરી દીધો હતો. હાફ ટાઇમ સુધી જર્મની 1-0થી આગળ હતી.
મુકાબલાની શરૂઆતમાં 5મી મિનિટમાં જાપાનને કોર્નર કિક મળી હતી. ત્યારબાદ જર્મનીએ 14મી મિનિટે ગોલ કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ ટીમનો ખેલાડી કિમીચ સફળ રહ્યો નહીં. ત્યારબાદ જર્મનીએ 17મી મિનિટે ફરી ગોલ કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ આ વખતે પણ સફળતા મળી નહીં. ત્યારબાદ 19મી મિનિટમાં જાપાનના કૂબોએ ફાઉલ કરી દીધુ. આ દરમિયાન જર્મનીએ પણ ફાઉલ કર્યું હતું. જર્મની સતત આક્રમક રમત રમી રહ્યું હતું. જેનો ફાયદો તેને 33મી મિનિટે મળ્યો હતો. ટીમ માટે ગુએનડોગને ગોલ કર્યો હતો. પ્રથમ હાફ બાદ સ્કોર 1-0 રહ્યો હતો.
આ પણ વાંચોઃ હવે વનડે સિરીઝમાં ભારત-ન્યૂઝીલેન્ડની ટક્કર, જાણો ક્યારે અને ક્યાં જોશો મેચ
બીજા હાફમાં 47મી મિનિટે જર્મનીએ ફરી એટેક કરતા ગોલનો પ્રયાસ કર્યો, પરંતુ સફળતા મળી નહીં. ત્યારબાદ 48મી મિનિટમાં ટીમે ફાઉલ કર્યું હતું. ત્યારબાદ 50મી મિનિટે જર્મનીએ લીડ વધારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટીમ ગોલ કરી શકી નહીં. જાપાને 58મી અને 61 મિનિટે પણ ગોલ કરવાની તક ગુમાવી દીધી હતી. ત્યારબાદ 75મી મિનિટમાં જાપાન માટે રિત્સુએ ગોલ કરીને ટીમને 1-1ની બરોબરી અપાવી હતી.
ત્યારબાદ 83મી મિનિટમાં જાપાન માટે અસાનોએ ગોલ કરી દીધો. આ ગોલ બાદ જાપાને 1-2ની લીડ મેળવી લીધી હતી. અંત સુધી આ લીડ યથાવત રહી અને જાપાને વિશ્વકપમાં જીત સાથે શરૂઆત કરી છે. જ્યારે ચાર વખતની ચેમ્પિયન જર્મનીનું પોઈન્ટ ટેબલમાં ખાતું ખાલી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે