રિમ્સ (ફ્રાન્ચ): અમેરિકાએ ફ્રાન્ચમાં ચાલી રહેલી ફુટબોલ મહિલા વિશ્વ કપ (FIFA Women's World Cup)ના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. તેણે સોમવારે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં સ્પેનને 2-1થી પરાજય આપ્યો હતો. એક અન્ય મુકાબલામાં સ્વીડને કેનેડાને 1-0થી પરાજય આપ્યો હતો. ક્વાર્ટર ફાઇનલમાં અમેરિકાનો મુકાબલો યજમાન ફ્રાન્ચ અને સ્વીડનનો સામનો જર્મની સામે થશે.
અમેરિકા માટે મુકાબલાની શરૂઆત દમદાર રહી અને સાતમી મિનિટમાં તેને પેનલ્ટી મળી હતી. મેગન રપીનોએ ગોલ કરીને પોતાની ટીમને 1-0ની લીડ અપાવી હતી. તેની બે મિનિટ બાદ સ્પેનિશ ટીમે વાપસી કરી હતી. જેનિફર હેરમોસોએ શાનદાર રમતનું પ્રદર્શન કર્યું અને ટૂર્નામેન્ટમાં પોતાનો ત્રીજો ગોલ કરીને સ્પેનિશ ટીમને બરાબરી અપાવી હતી.
પ્રથમ હાફના અંતે સ્કોર 1-1થી બરોબર રહ્યો હતો અને બીજા હાફમાં પણ ટક્કર જોવા મળી હતી. મેચની 76મી મિનિટે અમેરિકાને વધુ એક પેનલ્ટી મળી. આ વખતે પણ રેપીનોએ ગોલ કરીને પોતાની ટીમને આગળ કરી દીધી હતી. રાઉન્ડ ઓફ-16મા પ્રથમવાર રમી રહેલી સ્પેનની ટીમે શારીરિક શક્તિનો વધુ ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આગળ જવાનું તેનું સપનું અધુરૂ રહી ગયું હતું.
World Cup 2019 AUSvsENG: ફિન્ચ-વોર્નરે બનાવ્યો વિશ્વકપમાં એક નવો રેકોર્ડ
મહિલા ફુટબોલ વિશ્વ કપમાં 24 ટીમો ભાગ લઈ રહી છે. તેના પ્રી-ક્વાર્ટર ફાઇનલ મુકાબલા 23 તારીખની શરૂ થઈ ગયા છે. આ મુકાબલાના પ્રથમ દિવસે જર્મનીએ નાઇઝીરિયા અને નોર્વેએ ઓસ્ટ્રેલિયાને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી હતી. રવિવારે ફ્રાન્સે બ્રાઝીલ અને ઈંગ્લેન્ડે કેમરૂનને હરાવ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે