મોસ્કોઃ રૂસમાં રમાઈ રહેલા ફીફા વિશ્વકપમાં મંગળવારે બીજા મેચમાં સેનેગરે પોલેન્ડને 2-1થી હરાવી દીધું. સ્પાર્ટક સ્ટેડિયમમાં ગ્રુપ-એચની આ મેચમાં શરૂઆતથી જ સેનેગલે દબદબો બનાવી રાખ્યો. તેની તરફથી ઇદ્રિસા ગુએ અને નિયાંગે 1-1 ગોલ કર્યો.
સેનેગલ તરફથી સ્ટ્રાઇકર ઇદ્રિસા ગુએએ મેચની 37મી મિનિટે પ્રથમ ગોલ કરીને ટીમને 1-0ની લીડ અપાવી. હાફ ટાઇમ બાદ એમ. નિયાંગે સેનેગલ તરફતી બીજો ગોલ કરીને ટીમની લીડ 2-0 પર પહોંચાડી દીધી.
પોલેન્ડ તરફથી 86મી મિનિટે જી. ક્રિચોવિએકે પ્રથમ ગોલ કરીને વાપસીનો પ્રયત્ન કર્યો પરંતુ ત્યારે મોડુ થઈ ગયું હતું. ત્યારબાદ સેનેગલની ટીમે પોલેન્ડને મેચમાં પરત ફરવાનો મોકો ન આવ્યો અને આખરે મેચ 2-1થી પોતાના નામે કરી લીધો.
બંન્ને ટીમે ઘણા વર્ષો બાદ વિશ્વકપમાં વાપસી કરી છે. સેનેગલની ટીમ અહીં 16 વર્ષ બાદ વિશ્વકપમાં ભાગ લઈ રહી છે, જ્યારે પોલેન્ડની ટીમ 12 વર્ષ પછી વિશ્વકપમાં પરત ફરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે