Home> Sports
Advertisement
Prev
Next

Argentina Vs Croatia FIFA World Cup 2022 Semifinal: લિયોનેલ મેસીએ દેખાડ્યો જાદુ, ક્રોએશિયાને કચડી આર્જેન્ટિના ફાઈનલમાં 

FIFA World Cup Argentina vs Croatia:  લિયોનેલ મેસીની કેપ્ટનશીપવાળી આર્જેન્ટિનાની ટીમે ફિફા વર્લ્ડ કપ 2022ની ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે. કતારની મેજબાનીમાં રમાઈ રહેલા આ વર્લ્ડ કપની સેમી ફાઈનલમાં આર્જેન્ટિનાએ મંગળવારે મોડી રાતે ક્રોએશિયાને 3-0થી હરાવી દીધુ.

Argentina Vs Croatia FIFA World Cup 2022 Semifinal: લિયોનેલ મેસીએ દેખાડ્યો જાદુ, ક્રોએશિયાને કચડી આર્જેન્ટિના ફાઈનલમાં 

FIFA World Cup Argentina vs Croatia:  લિયોનેલ મેસીની કેપ્ટનશીપવાળી આર્જેન્ટિનાની ટીમે ફિફા વર્લ્ડ કપ 2022ની ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે. કતારની મેજબાનીમાં રમાઈ રહેલા આ વર્લ્ડ કપની સેમી ફાઈનલમાં આર્જેન્ટિનાએ મંગળવારે મોડી રાતે ક્રોએશિયાને 3-0થી હરાવી દીધુ. આર્જેન્ટિનાએ 2014 બાદ હવે પહેલીવાર ફાઈનલમાં જગ્યા બનાવી છે. 

fallbacks

ખિતાબ માટે ફાઈનલમાં આર્જેન્ટિનાની ટક્કર બીજી સેમીફાઈનલ કે જે ફ્રાન્સ અને મોરક્કો વચ્ચે રમાવવાની છે તેના વિજેતા સાથે થશે. આ ખિતાબી મુકાબલો 18 ડિસેમ્બરે ભારતીય સમયાનુસાર રાતે 8.30 વાગે થશે. લિયોનેલ મેસીની વર્લ્ડ કપમાં આ 26મી મેચ હશે. આ મેચમાં ઉતરવાની સાથે જ વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ મેચ રમનાર ખેલાડી બની જશે. 

મેચમાં આ પ્રકારે થયા ગોલ
પહેલો ગોલ- 34મી મિનિટમાં આર્જેન્ટિનાની ટીમના કેપ્ટન મેસીએ પેનલ્ટીથી ગોલ કર્યો
બીજો ગોલ- 39મી મિનિટમાં આર્જેન્ટિના માટે જૂલિયન અલ્વારેઝે ગોલ કર્યો
ત્રીજો ગોલ- 69મી મિનિટમાં અલ્વારેઝે જ કેપ્ટન મેસીએ પાસ કરેલા બોલને ગોલપોસ્ટમાં ધકેલી ગોલ કર્યો. 

આર્જેન્ટિના પાસે ત્રીજીવાર  ખિતાબ મેળવવાની તક
35 વર્ષના મેસીનો કદાચ આ છેલ્લો વર્લ્ડ કપ હોઈ શકે છે. આવામાં પોતાની કેપ્ટનશીપમાં આર્જેન્ટિનાની ટીમને આ વખતે ચેમ્પિયન બનાવવા માટે તેઓ પૂરેપૂરી તાકાત ઝોંકી રહ્યા છે. આ વખતે આર્જેન્ટિના પાસે ત્રીજીવાર ખિતાબ જીતવાની તક છે. ટીમ ખિતાબથી માત્ર એક ડગલું દૂર છે. આર્જેન્ટિનાએ અત્યાર સુધીમાં 1978 અને 1986 એમ બે વાર ખિતાબ જીત્યો છે. 

આ વીડિયો પણ જુઓ...

મેસીએ વર્લ્ડ કપમાં કાયમ કર્યો મોટો રેકોર્ડ
લિયોનેલ મેસીના નામે આ વર્લ્ડ કપમાં 5 ગોલ થયા છે. આ સાથે જ તેમણે ફ્રાન્સના કિલિયન એમ્બાપ્પેની બરોબરી કરી છે. હવે ગોલ્ડન બૂટની રેસમાં મેસી અને એમ્બાપ્પે બરાબરી પર આવી ગયા છે. આ સાથે જ મેસી વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ 11 ગોલ કરનારા આર્જેન્ટિનીયન પ્લેયર પણ બની ગયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More