Home> Sports
Advertisement
Prev
Next

ક્રિકેટના મેદાન બાદ હવે રાજનીતિની પિચ પર ગુગલી ફેંકશે ટર્બનેટર હરભજન સિંહ

આમ આદમી પાર્ટીએ પંજાબમાં રાજ્યસભાની ચૂંટણી માટે પાંચ ઉમેદવારોની જાહેરાત કરી છે. તેમાં પૂર્વ ક્રિકેટર હરભજન સિંહને રાજ્યસભાના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. 

ક્રિકેટના મેદાન બાદ હવે રાજનીતિની પિચ પર ગુગલી ફેંકશે ટર્બનેટર હરભજન સિંહ

નવી દિલ્હીઃ ભારતીય રમત ઈતિહાસમાં ઘણા એવા ખેલાડીઓ રહ્યાં છે જે રમતના મેદાન પર સફળતા મેળવ્યા બાદ રાજકીય પિચ પર ઉતર્યા છે. તેમાંથી ઘણા સફળ રહ્યાં તો કોઈને નિષ્ફળતા હાથ લાગી છે. હવે ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર હરભજન સિંહે રાજનીતિમાં નવી ઈનિંગ શરૂ કરી છે. હકીકતમાં હરભજન સિંહને આમ આદમી પાર્ટીએ પંજાબથી રાજ્યસભાના ઉમેદવાર બનાવ્યા છે. આમ આદમી પાર્ટીએ હાલમાં યોજાયેલી પંજાબ વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત હાસિલ કરી છે અને પંજાબમાં રાજ્યસભાની 5 સીટો 9 એપ્રિલે ખાલી થઈ રહી છે. તે માટે ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ 31 માર્ચ છે. પૂર્વ ક્રિકેટર હરભજન સિંહે પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે. 

fallbacks

આમ આદમી પાર્ટી તરફથી હરભજન સિંહ સહિત પાંચ ઉમેદવારોને રાજ્યસભા સાંસદ બનાવવામાં આવશે. હરભજન સિંહને ઉમેદવાર બનાવવાને લઈને આમ આદમી પાર્ટી તરફથી ટ્વીટ કરવામાં આવ્યુ, જેમાં લખવામાં આપ્યું કે પોતાની બોલિંગની મદદથી ભારતીય ટીમને ગૌરવ અપાવનાર હરભજન સિંહ (મિસ્ટ ટર્બનેટર) હવે સંસદમાં પંજાબના લોકોનો અવાજ ઉઠાવશે. 

હરભજન સિંહ પહેલાં ઘણા ક્રિકેટરે રાજનીતિમાં એન્ટ્રી કરી છે, જેમાં તેની સાથે 2011નો વિશ્વકપ જીતનાર ગૌતમ ગંભીર લોકસભા સાંસદ છે તો સચિન તેંડુલકર રાજ્યસભા સાંસદ રહી ચુક્યા છે. આ સિવાય મોહમ્મદ અઝહરુદ્દીન, મોહમ્મદ કેફ, કીર્તિ આઝાદ, નવજોત સિંહ સિદ્ધુ, વિનોદ કાંબલી તો મહિલા બોક્સર મેરી કોમ જેવા તમામ ખેલાડી છે જે રાજનીતિમાં ઉતરી ચુક્યા છે. મહત્વનું છે કે હરભજન સિંહનું ક્રિકેટ કરિયર શાનદાર રહ્યુ હતુ અને તેણે 103 ટેસ્ટ મેચમાં 417 વિકેટ ઝડપી હતી. 

આ પણ વાંચોઃ Women World Cup: પાકિસ્તાનની જીતથી ટીમ ઈન્ડિયાને થયો ફાયદો, સેમીફાઇનલની રેસ બની રોમાંચક

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More