Home> Sports
Advertisement
Prev
Next

...આખરે જે વિચાર્યું હતું તે જ બન્યું! ન્યૂઝીલેન્ડના પૂર્વ ક્રિકેટરે T20 WCમાં ભારતની મેચોને લઈને ઉઠાવ્યો સવાલ

પહેલી મેચ પછી બીજી મેચમાં એક અઠવાડિયાનું અંતર હોવા છતાં ન્યૂઝીલેન્ડના પૂર્વ ક્રિકેટર અને દિગ્ગજ કોમેન્ટેંટર સાઈમન ડૂલએ ટી20 વર્લ્ડકપમાં ભારતીય ટીમના શેડ્યૂલિંગ પર સવાલ ઉઠાવ્યા છે.

...આખરે જે વિચાર્યું હતું તે જ બન્યું! ન્યૂઝીલેન્ડના પૂર્વ ક્રિકેટરે T20 WCમાં ભારતની મેચોને લઈને ઉઠાવ્યો સવાલ

નવી દિલ્હી: ટી20 વર્લ્ડકપમાંથી ભારત બહાર ફેંકાઈ ગયું છે. તેમ છતાં ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. ભારતને શરૂઆતની પહેલી બન્ને મેચોમાં મળેલી હારના કારણે આઈસીસી ટી20 વર્લ્ડકપ 2021ની સેમીફાઈનલમાં પ્રવેશ મળી શક્યો નથી. ભારતે ટી20 વર્લ્ડકપમાં 24 ઓક્ટોબરે પાકિસ્તાન વિરુદ્ધ પહેલી મેચ રમીને પોતાની શરૂઆત કરી હતી. ત્યાર પછી ટીમ ઈન્ડિયાની બીજી મેચ એક અઠવાડિયા પછી એટલે કે 31 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ હતી. આ બન્ને મેચમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડયો હતો.

fallbacks

પહેલી મેચ પછી બીજી મેચમાં એક અઠવાડિયાનું અંતર હોવા છતાં ન્યૂઝીલેન્ડના પૂર્વ ક્રિકેટર અને દિગ્ગજ કોમેન્ટેંટર સાઈમન ડૂલએ ટી20 વર્લ્ડકપમાં ભારતીય ટીમના શેડ્યૂલિંગ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે ભારતીય ટીમનું શેડ્યૂલ એવા પ્રકારે કરવામાં આવ્યું હતું કે જેમની મેચ રજાઓની આસપાસ જ હોય.

આ ફિલ્મમાં દેખાડવામાં આવ્યો છે સૌથી ભયાનક 11 મિનિટનો બળાત્કાર સીન, ક્રૂરતાની તમામ હદો પાર

ડૂલે સ્પોર્ટસ વેબસાઈટ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ભારતીય ટીમની છેલ્લી મેચ નામીબિયાના બદલે ન્યૂઝીલેન્ડ સાથે થવી જોઈતી હતી, જેથી સેમીફાઈનલ માટે રોમાં જળવાઈ રહે. તેમણે વધુમાં જણાવ્યું કે, ભારતીય ટીમના આ શેડ્યુલિંગમાં અહંકારની ઝલક જોવા મળી રહી છે. બ્રોડકોસ્ટર્સ એવું જ ઈચ્છતા હતા કે ભારતની મેચ દિવાળીની આસપાસ રજાઓ દરમિયાન આવે જેથી સૌથી વધુ વ્યૂઅરશિપ મળી શકે. પાકિસ્તાન અને ભારતની વચ્ચે પહેલી જ મેચ થવી જોઈતી હતી, પરંતુ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ તેમને સૌથી છેલ્લે રમવું જોઈતું હતું. ભારત અને ન્યૂઝીલેન્ડની મેચ સેમીફાઈનલ માટે હોવી જોઈતી હતી. 

EPFO સબ્સ્ક્રાઇબર્સ માટે ખુશખબર! વધી શકે છે તમારી કમાણી, જાણો શું છે પ્લાન?

ભારતે શરૂઆતી બન્ને મેચ હાર્યા પછી ત્રણેય મેચોમાં મોટી જીત હાંસલ કરી, પરંતુ પહેલી બે મેચોમાં મોટા અંતરથી કારમી હારના કારણે તેમની નેટ રનરેટ બરાબર જળવાઈ રહ્યો નહોતો અને ટીમ સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. ભારતના ગ્રુપમાંથી પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડની ટીમ સેમીફાઈનલમાં પહોંચવામાં સફળ રહી. ભારતે પોતાની છેલ્લી મેચ નામીબિયાને 9 વિકેટથી હરાવીને જીતની સાથે ટૂર્નામેન્ટમાં પોતાની સફળ પુરી કરી હતી.

'એક્શનથી ભરપૂર અને બોલ્ડનેસનો ખજાનો', લોકોને શિયાળામાં પણ ગરમી છોડાવવા આવી રહી છે 'લડકી'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More