Home> Sports
Advertisement
Prev
Next

IND vs PAK: ભારતીય ટીમ પર પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરે કરી મજાક, જાણો શું કહ્યું મોહમ્મદ હફીઝે

India vs Pakistan: એશિયા કપમાં સુપર સન્ડેના ભારત અને વિરોધી પાકિસ્તાન વચ્ચે મુકાબલો યોજાઈ રહ્યો છે. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ટીમે પાકિસ્તાનને હરાવી ટૂર્નામેન્ટમાં શાનદાર શરૂઆત કરી હતી.

IND vs PAK: ભારતીય ટીમ પર પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરે કરી મજાક, જાણો શું કહ્યું મોહમ્મદ હફીઝે

Asia Cup 2022, India vs Pakistan: ભારત અને પાકિસ્તાન એશિયા કપના સુપર 4 માં પહોંચી ગયા છે. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ટીમે પાકિસ્તાનને હરાવી ટૂર્નામેન્ટમાં જીત સાથે શરૂઆત કરી હતી. હવે ફરી એકવાર બંને પ્રતિદ્વંદ્વી આમને સામને જોવા મળશે. આ મુકાબલો દુબઈમાં રવિવાર 4 સપ્ટેમ્બરના રમાશે. મુકાબલા પહેલા પાકિસ્તાનના પૂર્વ ક્રિકેર મોહમ્મદ હફીઝે તેમનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેમણે ભારતીય ક્રિકેટને લઇને મજાક કરી છે. તેમણે બાળકનો ઉલ્લેખ કરતા ભારતીય ક્રિકેટ ટીમને લાડલા કહ્યું.

fallbacks

હફીઝે શેર કર્યો વીડિયો
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન મોહમ્મદ હફીઝે એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેમણે આ કેપ્શનમાં પણ લખ્યું- લાડલા. વીડિયોમાં તે એક ટીવી ચેનલના ઇન્ટરવ્યૂ આપતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન તેમણે ભારતીય ક્રિકેટને લઇને અટપટુ નિવેદન આપ્યું. હફીઝે આ પહેલા ટીમ ઇન્ડિયાના ધુંઆધાર ઓપનર અને કેપ્ટન રોહિત શર્મા માટે ફણ અટપટું નિવેદન આપ્યા બાદ તેમનો ઘણો મજાક ઉડ્યો હતો.

આ પણ વાંચો:- આ લોકો વગર અધૂરો છે Taarak Mehta નો શો, ક્યારે ગુંજી ઉઠશે ગોકુલધામ સોસાયટી?

બાળકના બહાને શું બોલ્યા હાફીઝ
પોતાના કરિયરમાં 55 ટેસ્ટ, 219 વન ડે અને 119 ટી20 ઇન્ટરનેશનલ મેચ રમનાર હફીઝે આ વીડિયોમાં કહ્યું- આઇસીસી અને એસીસી બંને જ ભારતને એટલા માટે વધારે પસંદ કરે છે કેમ કે, તે તેમનો કમાઉ દિકરો છે. જે કમાઉ દિકરા હોય છે, તેને સૌથી વધુ પ્રેમ કરે છે. બધાનો લાડલો હયો છે અને તેના ચુંબન વધુ લેવામાં આવે છે. ગમે ત્યારે ગમે ત્યાં. ઘણા યુઝર્સે આ નિવેદન બાદ નારાજગી વ્યક્ત કરી છે. એક ટ્વિટર યુઝરે લખ્યું- આ ઉંમરે હવે સુધરો, કેવી વાત કરી રહ્યા છો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More