Home> Sports
Advertisement
Prev
Next

ફ્રાન્સ બન્યું FIFAનું સિકંદર, 20 વર્ષ બાદ ક્રોએશિયાને હરાવીને બન્યું બીજી વખત ચેમ્પિયન

ફ્રાન્સ 1998 બાદ બીજીવખત વિશ્વકપમાં ચેમ્પિયન બન્યું છે. 

  ફ્રાન્સ બન્યું FIFAનું સિકંદર, 20 વર્ષ બાદ ક્રોએશિયાને હરાવીને બન્યું બીજી વખત ચેમ્પિયન

માસ્કોઃ ફ્રાન્સ અને ક્રોએશિયા વચ્ચે ફાઇનલ જંગમાં ફ્રાન્સનો વિજય થયો છે. ફ્રાન્સ FIFA World Cup 2018નું ચેમ્પિયન બની ગયું છે. ફ્રાન્સે ક્રોએશિયાને 4-2થી હરાવીને ટાઇટલ કબજે કર્યું છે. 1998 બાદ બીજી અવસર છે જ્યારે ફ્રાન્સ વિશ્વ વિજેતા બન્યું છે. ફ્રાન્સ 2006ના ફાઇનલમાં પહોંચ્યું હતું પરંતુ હાર્યું હતું. બીજીતરફ ક્રોએશિયા પ્રથમવાર ફાઇનલમાં પહોંચ્યું હતું. 

fallbacks

ગત વિશ્વકપ 90 મિનિટથી વધુ સમય બાદ સમાપ્ત થયા હતા. 2002 બાદ વિશ્વકપની ફાઇનલ નક્કી કરેલા સમયમાં સમાપ્ત થઈ છે. આ વિશ્વકપમાં કુલ 169 ગોલ થયા છે. છેલ્લા 4 ફાઇનલ મેચ મેળવીને માત્ર 6 ગોલ થયા હતા. પરંતુ આજની ફાઇનલમાં 6 ગોલ થયા છે. 

ફ્રાન્સના ખેલાડીઓએ શાનદાર રમત રમી હતી. પ્રથમ હાફમાં 2-1ની લીડ મેળવી. બીજા હાફમાં ફ્રાન્સ વધુ હાવી થયું અને ઉપરા-ઉપરી બે ગોલ કરીને લીડ 4-1ની કરી લીધી. ત્યારબાદ ક્રોએશિયાએ એક ગોલ કરીને અંતર 4-2 કર્યું હતું. 

બીજા હાફમાં પોલ પોગ્બાએ 59મી મિનિટે બોક્સની બહારથી બોલને નેટમાં નાખીને ફ્રાન્સને 3-1ની લીડ અપાવી. છ મિનિટ બાદ કીલિયન એમ્બાપ્પેએ ફ્રાન્સને 4-1થી આગળ કરી દીધું. 

fallbacks

ક્રોએશિયાના માંડજુકિકે ફ્રાન્સના ગોલકીપર હ્યૂગો લોરિસની ભૂલનો ફાયદો ઉઠાવીને પોતાની ટીમ માટે બીજો ગોલ કર્યો. ત્યારબાદ ગોલ ન થયો અને ફ્રાન્સની ટીમ વિશ્વ વિજેતા બનવામાં સફળ રહી. 

આ પહેલા ફ્રાન્સે 18મી મિનિટમાં મારિયો મૈંડજુકિચના આત્મઘાતી ગોલની મદદથી લીડ મેળવી. પરંતુ ઇવાન પેરિસિચે 28મી મિનિટે બરોબરીનો ગોલ કર્યો. ત્યારબાદ ફ્રાન્સને પેનલ્ટી મળી અને ગ્રીજમૈને 38મી મિનિટે ગોલ કરીને ટીમને 2-1થી આગળ કર્યું. બંન્ને ટીમ 4-2-3-1ના સંયોજન સાથે મેદાનમાં ઉતરી હતી. 

ક્રોએશિયાએ સારૂ શરૂઆત અને પ્રથમ હાફમાં ન માત્ર બોલ પર કબજો કર્યો પરંતુ આ વચ્ચે આક્રમક રણનીતિ પણ અપનાવી પરંતુ ભાગ્ય ફ્રાન્સની સાથે હતું જેને કોઇપણ પ્રયાસો વગર બે ગોલ મળ્યા. ફ્રાન્સને પ્રથમ તક 18મી મિનિટે મળી અને તે લીડ મેળવવામાં સફળ રહ્યું. ફ્રાન્સને બોક્સની ડાબી તરફથી ફ્રી કીક મળી. ગ્રીજમૈનનો ક્રોસ શોટ ગોલકીપર ડેનિયલ સુબાસિચની તરફ આગળ વધી રહ્યો હતો પરંતુ મૈંડુજુકિચે તેના પર હેડર લગાવ્યું અને બોલ પોસ્ટમાં જતો રહ્યો. આ રીતે મૈંડુજુકિચે ફાઇનલમાં આત્મઘાતી ગોલ કરનાર પ્રથમ ખેલાડી બની ગયો. 

આ જીત સાથે ફ્રાન્સની રાજધાની પેરિસમાં ઉજવણી શરૂ થઈ ગઈ હતી. લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ઉજવણી શરૂ કરી હતી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More