Home> Sports
Advertisement
Prev
Next

IPL 2025 પ્લેઓફનું સંપૂર્ણ શેડ્યૂલ...નોંધી લો દિવસ, તારીખ, સ્થળ અને સમય સહિતની વિગતો

IPL 2025 Playoffs Schedule : IPL 2025ની લીગ મેચો પૂરી થઈ ગઈ છે. પંજાબ કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગયા છે. ત્યારે આ પ્લઓફની તમામ મેચો ક્યાં, ક્યારે અને કેટલા વાગ્યે રમાશે તેની સંપૂર્ણ માહિતી આ લેખમાં અમે તમને જણાવીશું. 

IPL 2025 પ્લેઓફનું સંપૂર્ણ શેડ્યૂલ...નોંધી લો દિવસ, તારીખ, સ્થળ અને સમય સહિતની વિગતો

IPL 2025 Playoffs Schedule : IPLની 18મી સીઝન હવે તેના અંતિમ તબક્કામાં છે. આ સીઝનની લીગ મેચો પૂરી થઈ ગઈ છે. હવે પ્લેઓફ મેચો 19 મે, ગુરુવારથી શરૂ થશે. પંજાબ કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગયા છે.

fallbacks

29 મેના રોજ પ્રથમ ક્વોલિફાયર

IPL 2025ની પ્રથમ ક્વોલિફાયર મેચ પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. આ મેચ ન્યુ ચંદીગઢના મુલ્લાનપુર ખાતે રમાશે. મેચનો ટોસ સાંજે 7 વાગ્યે થશે, જ્યારે મેચ સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. આ મેચ જીતનાર ટીમ સીધી ફાઇનલમાં પ્રવેશ કરશે, જ્યારે હારનાર ટીમને બીજી ક્વોલિફાયર રમવી પડશે.

30 મેના રોજ એલિમિનેટર

એલિમિનેટર મેચ શુક્રવાર, 30 મેના રોજ ન્યુ ચંદીગઢના મુલ્લાનપુર ખાતે યોજાશે. એલિમિનેટર મેચ ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે થશે. આ મેચ જીતનારી ટીમ પ્રથમ ક્વોલિફાયર હારી જનારી ટીમ સાથે બીજી ક્વોલિફાયર રમશે. મેચનો ટોસ સાંજે 7 વાગ્યે થશે, જ્યારે મેચ સાંજે 7.30 વાગ્યે શરૂ થશે.

IPL 2025 પ્લેઓફ પહેલા મુંબઈ ઇન્ડિયન્સને મોટો ઝટકો...3 ખેલાડીઓએ ટીમને કહ્યું અલવિદા

1 જૂને બીજી ક્વોલિફાયર

બીજી ક્વોલિફાયર મેચ રવિવાર, 1 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. ક્વોલિફાયર-2 એલિમિનેટર મેચની વિજેતા ટીમ અને ક્વોલિફાયર-1ની હારેલી ટીમ વચ્ચે રમાશે. આ મેચ જીતનાર ટીમ ફાઇનલમાં પ્રવેશ કરશે. મેચનો ટોસ સાંજે 7 વાગ્યે થશે, જ્યારે મેચ સાંજે 7.30 વાગ્યે શરૂ થશે.

3 જૂને ફાઇનલ

તમને જણાવી દઈએ કે IPL 2025ની ફાઇનલ મેચ 3 જૂને રમાશે. ટાઇટલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે. ક્વોલિફાયર-1 અને ક્વોલિફાયર-2ની વિજેતા ટીમો વચ્ચે ફાઇનલ મેચ રમાશે. મેચનો ટોસ સાંજે 7 વાગ્યે થશે, જ્યારે મેચ સાંજે 7.30 વાગ્યે શરૂ થશે.

ફાઇનલ માટે જ રિઝર્વ ડે

તમને જણાવી દઈએ કે IPLમાં ક્વોલિફાયર અને એલિમિનેટર મેચોમાં કોઈ રિઝર્વ ડે હોતો નથી. જો કે, અત્યાર સુધી IPLમાં ક્વોલિફાયર અને એલિમિનેટર મેચ વરસાદને કારણે ક્યારેય ધોવાઈ નથી. વરસાદને ધ્યાનમાં રાખીને BCCI એ બે કલાકનો વધારાનો સમય રાખ્યો છે. એટલે કે જો મેચ 9:30 વાગ્યે શરૂ થાય તો પણ મેચ 20 ઓવર સુધી રમાશે. જો વરસાદને કારણે મેચ બિલકુલ ન રમાય, તો લીગ સ્ટેજમાં પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેલી ટીમ વિજેતા રહેશે. ટાઇટલ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More