નવી દિલ્હીઃ પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર (Gautam Gambhir) અને મદન લાન (Madan Lal)ની ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની ક્રિકેટ સલાહકાર સમિતિ (CAC)ના સભ્ય તરીકે નિમણૂંક લગભગ પાક્કી છે. આ સીએસી 2020થી ચાર વર્ષના કાર્યકાળ દરમિયાન પસંદગી સમિતિની પસંદગી કરશે.
આ સમિતિના ત્રીજા સભ્ય મુંબઈના પૂર્વ મહિલા ક્રિકેટર સુલક્ષણા નાઇક હોઈ શકે છે. સુલક્ષણાએ કરિયરમાં ભારત માટે 46 વનડે અને 2 ટેસ્ટ મેચ રમી છે.
બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ આ જાણકારી આપી છે. તેમણે નામ ન જણાવવાની શરત પર કહ્યું, 'મદદ લાલ અને ગૌતમ ગંભીર સીએસીના સભ્ય બનવા તૈયાર છે અને તેમની નિમણૂંક નક્કી છે.'
1983 વિશ્વ વિજેતા ભારતીય ટીમના સભ્ય રહેલા 68 વર્ષીય મદન લાલ સૌથી સીનિયર સભ્ય હોવાને નામે તેઓ આ સમિતિનું નેતૃત્વ કરશે. તો 2011 વિશ્વ કપ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાના હીરો રહેલા ગૌતમ ગંભીર ત્રીજા સભ્ય તરીકે મદન લાલનો સાથ આપશે.
રણજી ટ્રોફીઃ ચેતેશ્વર પૂજારાએ ફટકારી બેવડી સદી, તોડ્યા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટના ઘણા રેકોર્ડ
માનવામાં આવી રહ્યું છે કે આ કમિટી સીનિયર સિલેક્શન પેનલમાં 2 સભ્યોની નિમણૂંક માટે માત્ર એકવાર બેઠક કરશે કારણ કે સીનિયર પસંદગી સમિતિમાં કાર્યકાળ પૂરો કરી ચુકેલા બે સભ્યોની જગ્યા લેવારની પસંદગી કરવી પડશે. સીનિયર સિલેક્શન કમિટીના પ્રમુખ એમએસકે પ્રસાદ (સાઉથ ઝોન) અને ગગન ખોડા (સેન્ટ્રલ ઝોન)નો વિકલ્પ શોધવા માટે કમિટી બેઠક કરશે.
સરનદીપ સિંહ (નોર્થ), દેવાંગ ગાંધી (ઈસ્ટ) અને જતિન પરાંજપે (વેસ્ટ)ના 4 વર્ષના કાર્યકાળમાં હજુ એક વર્ષ બાકી છે. જૂનિયર સિલેક્શન પેનલમાં પણ ફેરફાર થશે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે