Home> Sports
Advertisement
Prev
Next

ઓવલના પીચ ક્યુરેટર અને ગૌતમ ગંભીર વચ્ચે બબાલ ! વીડિયો થયો વાયરલ

Gautam Gambhir : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ ગુરુવારથી રમાશે. પરંતુ આ મેચ પહેલા એક વિવાદાસ્પદ સમાચાર સામે આવ્યા છે. ઓવલના પીચ ક્યુરેટર અને ગૌતમ ગંભીર વચ્ચે ગરમાગરમી થઈ હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. 

ઓવલના પીચ ક્યુરેટર અને ગૌતમ ગંભીર વચ્ચે બબાલ ! વીડિયો થયો વાયરલ

Gautam Gambhir : બુધવારે ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડના ચીફ ક્યુરેટર લી ફોર્ટિસ વચ્ચે ઉગ્ર ચર્ચા જોવા મળી. આ ઘટના 31 જુલાઈથી લંડનના ઓવલ ખાતે રમાનારી અંતિમ ટેસ્ટ મેચ પહેલા બની હતી. પીટીઆઈ અનુસાર, ગંભીર પિચને લઈને ગુસ્સે દેખાતો હતો અને તે ગ્રાઉન્ડ પર પહોંચ્યો અને ક્યુરેટર સાથે સીધી વાત કરી. પિચની સ્થિતિ અને વર્તનને લઈને બંને વચ્ચે મતભેદ જોવા મળ્યો.

fallbacks

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની શ્રેણીની ચોથી ટેસ્ટ માન્ચેસ્ટરમાં ડ્રો થઈ હતી. હાલમાં ઇંગ્લેન્ડ શ્રેણીમાં 2-1થી આગળ છે અને ભારત પાસે આ અંતિમ મેચ જીતીને શ્રેણી બરાબર કરવાની તક છે. આવી સ્થિતિમાં ટીમ મેનેજમેન્ટ પિચ સંબંધિત કોઈપણ પ્રકારની અનિશ્ચિતતા કે આશ્ચર્ય ઇચ્છતું નથી. હવે બધાની નજર ઓવલ ટેસ્ટ પર છે, જ્યાં એ જોવું રસપ્રદ રહેશે કે પિચ બેટ્સમેનોને ટેકો આપે છે કે બોલરોને ફાયદો પહોંચાડે છે.

 

ગંભીર અને ક્યુરેટર વચ્ચે શું ચર્ચા થઈ ?

સૂત્રોના જણાવ્યા અનુસાર, લંડનના ઓવલ ગ્રાઉન્ડના ચીફ ક્યુરેટર ગૌતમ ગંભીર અને લી ફોર્ટિસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ગંભીરને કહેતા સાંભળવામાં આવ્યો હતો કે, 'તમે અહીં ફક્ત ગ્રાઉન્ડ મેન છો.' આ દલીલ નેટ્સમાં થઈ હતી, જ્યારે ખેલાડીઓ તેમના રન-અપ એરિયાને માર્ક કરી રહ્યા હતા. બાદમાં બેટિંગ કોચ સિતાશુ કોટક આવ્યા અને ક્યુરેટરને પોતાની સાથે લઈ ગયા અને તેમની સાથે વાત કરી, જ્યારે ગંભીર હજુ પણ દૂરથી ક્યુરેટર સાથે દલીલ કરી રહ્યો હતો.

 

બીજી તરફ, માન્ચેસ્ટર ટેસ્ટમાં અડધી સદી અને શૂન્ય રન બનાવનાર સાઈ સુદર્શન પ્રેક્ટિસ માટે વહેલા મેદાન પર પહોંચ્યો હતો. તો સ્પિનર કુલદીપ યાદવ પણ સખત મહેનત કરતો જોવા મળ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More