Home> Sports
Advertisement
Prev
Next

પહેલગામમાં આતંકી હુમલાથી આક્રોશમાં ગૌતમ ગંભીર, કહ્યું- કિંમત ચૂકવવી પડશે, ભારત....

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાથી આખો દેશ આઘાતમાં સરી પડ્યો છે. ભારતીય ક્રિકેટરોમાં પણ આ ભયાનક ઘટનાને લઈને ગુસ્સો છે. ટીમ ઈન્ડિયાના હેડ કોચ સહિત ક્રિકેટરોએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી આકરી પ્રતિક્રિયા આપી છે. 

પહેલગામમાં આતંકી હુમલાથી આક્રોશમાં ગૌતમ ગંભીર, કહ્યું- કિંમત ચૂકવવી પડશે, ભારત....

મંગળવારનો દિવસ ભારત માટે ખુબ આઘાતજનક રહ્યો. પૃથ્વીનું સ્વર્ગ કહેવાતા કાશ્મીરના પહેલગામમાં આતંકીઓએ પર્યટકો પર ગોળી વરસાવી અને 26 જેટલા પ્રવાસીઓના મોતની ઘટનાએ દેશને આઘાતમાં નાખી દીધો. આ ઘટનાએ લોકોની આંખોમાં આંસુ લાવી દીધા ત્યારે ભારતીય ટીમના  હેડ કોચ ગૌતમ ગંભીરે પણ એક ભાવુક પોસ્ટ શેર કરીને ચેતવણી આપી દીધી છે. તેમણે લખ્યું  કે ગુનેહગારોને ભારત છોડશે નહીં. અત્રે જણાવવાનું કે આ આતંકી હુમલામાં 26 લોકોના મોતની પુષ્ટિ થઈ છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ છે. 

fallbacks

ગૌતમ ગંભીરે સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું કે મૃતકોના પરિવારો માટે પ્રાર્થના કરું છું. આ માટે જવાબદાર લોકોએ તેની કિંમત ચૂકવવી પડશે. ભારત હુમલો કરશે. ભારીય ટીમના સ્ટાર ઓપનર શુભમન ગીલ, પૂર્વ ઓપનર વિરેન્દ્ર સહેવાગ, ધાકડ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ, અને આકાશ ચોપડા સહિત અનેક ક્રિકેટરોએ આ દુખદ સમયે પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. 

શુભમન ગિલનું નિવેદન
આઈપીએલ 2025માં ગુજરાત ટીમનું નેતૃત્વ સંભાળતા શુભમન ગીલે લખ્યું કે પહેલગામમાં થયેલા હુમલા અંગે સાંભળીને દિલ તૂટી ગયું. મારી પ્રાર્થનાઓ પીડિતો અને તેમના પરિવારો સાથે છે. આ પ્રકારની હિંસા માટે આપણા દેશમાં કોઈ જગ્યા નથી. 

યુવરાજ સિંહનું નિવેદન
યુવરાજ સિંહે લખ્યું કે પહેલગામમાં પર્યટકો પર થયેલા હુમલાથી ખુબ દુખી છું. પીડિતો અને તેમના પરિવારોની શક્તિ માટે પ્રાર્થના કરું છું. આવો આપણે આશા અને માનવતામાં એકજૂથ રહીએ. 

વિરેન્દ્ર સહેવાગનું નિવેદન
વીરેન્દ્ર સહેવાગે લખ્યું કે પહેલગામમાં નિર્દોષ પર્યટકો પર થયેલા નિંદનીય આતંકી હુમલા વિશે જાણીને ખુબ દુખ થયું. મારી સંવેદનાઓ એવા લોકો સાથે છે જેમણે પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. ઘાયલો માટે પ્રાર્થના કરું છું. 

આકાશ ચોપડાનું નિવેદન
આકાશ ચોપડાએ લખ્યું કે પહેલગામમાં અકલ્પનીય અત્યાચાર. પીડિતો અને તેમના પરિવારો પ્રત્યે સંવેદનાઓ...શાંતિ. આશા છે કે અપરાધીઓ ને તેમના સમર્થકોની ઓળખ કરાશે અને તેમને પકડવામાં આવશે. તથા તેમને સજા અપાશે જેના તેઓ હકદાર છે. 

અત્રે જણાવવાનું કે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 પર્યટકો માર્યા ગયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. પીએમ મોદી પણ તેમનો સાઉદી અરબ પ્રવાસ ટૂંકાવીને ભારત પાછા ફર્યા છે. જ્યારે અમિત શાહ હાલ જમ્મુ અને કાશ્મીરમાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More