Home> Sports
Advertisement
Prev
Next

રંગીલો રોનાલ્ડો! દિલફેંક આશિક છે દુનિયાનો સૌથી ફેમસ ફૂટબોલર! બિપાશાને પણ લઈ ગયો હતો બેડરૂમમાં!

રંગીલો રોનાલ્ડો! દિલફેંક આશિક છે દુનિયાનો સૌથી ફેમસ ફૂટબોલર! બિપાશાને પણ લઈ ગયો હતો બેડરૂમમાં!

નવી દિલ્લીઃ પોર્ટુગલના સ્ટાર ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પોતાના કરિયર દરમિયાન ગર્લફ્રેન્ડને લઈને ખૂબ જ ચર્ચામાં રહે છે. તેમણે ઑગસ્ટ 2003માં પ્રોફેશનલ રીતે ડેબ્યૂ કર્યું હતું. પહેલી મેચ કઝાકિસ્તાન સામે રમી હતી. આ વર્ષથી જો કાઉન્ટિંગ કરવાાં આવે તો, અત્યાર સુધીના 13 વર્ષમાં રોનાલ્ડોએ 18થી વધુ ગર્લફ્રેન્ડ બદલી છે.

fallbacks

36 વર્ષના રોનાલ્ડોનો જન્મ 1885માં 5 ફેબ્રુઆરીએ થયો હતો. અત્યાર સુધી તેણે લગ્ન નથી કર્યા. 2003માં તેની ગર્લફ્રેન્ડ બ્રાઝિલિયન મોડેલ જોર્ડાના જર્દેલ રહી હતી. જેનો સાથે લગભગ 2 થી 3 વર્ષ સુધી રહ્યો. હાલ રોનાલ્ડોની પાર્ટનર ગૉર્જિના રૉડ્રિગ્ઝ છે. રોનાલ્ડોના ચાર બાળકો પણ છે

જોર્ડાનાથી બ્રેકઅપ બાદ રોનાલ્ડોની ગર્લફ્રેન્ડ માર્ચે રોમેરો બની હતી. તે પણ એક મોડલ હતી. દર વર્ષે રોનાલ્ડોએ કોઈ ને કોઈ મોડેલ કે એક્ટ્રેસને ડેટ કર્યું છે. તેમાં મિયા જુડાકેન, એક્ટ્રેસ જેમ આત્કિંસન, ઓલિવિયા, પેરિસ હિલ્ટન રહી. આ સિવાયલ રોનાલ્ડોએ ફેમસ ટીવી એક્ટ્રેસ કિમ કાર્દશિયાંને પણ ડેટ કર્યું છે. આ વર્ષ 2010ની વાત છે. જે બાદ રોનાલ્ડોએ ઈરિના શાયકને સૌથી લાંબા સમય સુધી ડેટ કરી, ઈરિના રશિયાની ફેમસ મોડેલ છે. 2010થી શરૂ થયેલું આ અફેર જાન્યુઆરી 2015માં ખતમ થયું.

રોનાલ્ડોની ગર્લફ્રેન્ડના લિસ્ટમાં ભારતીય અભિનેત્રી બિપાશા બાસુનું નામ પણ છે. મીડિયા રિપોર્ટ્સના અનુસાર રોનાલ્ડો 2007માં બિપાશાને ડેટ કરી રહ્યા હતા. તે સમયે બિપાશા બાસુને પણ તે પોતાના બેડરૂમમાં લઈ ગયો હોવાની ખબરો સામે આવી હતી. ઝી ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી. પરંતુ આ મુદ્દો તે સમયે ચર્ચામાં જરૂરથી આવ્યો હતો. જો કે, કેટલાક લોકો તેને અફવા જ માને છે. રોનાલ્ડો પોતાની લાઈફમાં ગર્લફ્રેન્ડના સિવાય અનેક બીજા વિવાદોમાં રહ્યો છે. ઓક્ટોબર 2005માં રોનાલ્ડો પર રેપનો પણ આરોપ લાગી ચુક્યો છે. એક મહિલાએ રોનાલ્ડો પર હોટેલમાં રેપનો આરોપ લગાવ્યો હતો. ત્યારે રોનાલ્ડોને અરેસ્ટ પણ કરવામાં આવ્યો હતો.

હાલ રોનાલ્ડોની પાર્ટનર ગૉર્જિના રૉડ્રિગ્જ છે. તેના ચાર બાળકો પણ છે. અનેક વાર રોનાલ્ડોએ લગ્ન મામલે ખુલાસો કર્યો છે. તેણે કહ્યું છે કે, યોગ્ય સમય આવવા પર તે લગ્ન કરશે. તેની માતાનું પણ એ જ સપનું છે. રોનાલ્ડો સૌથી વધુ ઈન્ટરનેશન ગોલ કરનારા દુનિયાના પહેલા ખેલાડી છે. અત્યાર સુધી તેણે પોર્ટુગલ તરફથી રમતા 115 ઈન્ટરનેશનલ ગોલ કર્યા છે. સાથે જ રોનાલ્ડો દુનિયાના સૌથી અમીર ફુટબૉલર છે.

(તમામ તસવીરો Twitter અને Instagram પરથી લેવામાં આવી છે)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More