IPL 2025 : તાજેતરમાં ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડને કોણીમાં ફ્રેક્ચરને કારણે IPL 2025માંથી બહાર થવું પડ્યું હતું, ત્યારબાદ એમએસ ધોની બાકીની સિઝન માટે ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. હવે ગુજરાત ટાઇટન્સ માટે ખરાબ સમાચાર આવ્યા છે. એક મેચ વિનર ખેલાડી ઈજાને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થયો છે. શુભમન ગિલની આગેવાની હેઠળના ગુજરાતે 5 મેચમાં ચાર જીત સાથે 8 પોઈન્ટ મેળવ્યા છે અને શ્રેષ્ઠ રન રેટ સાથે ટોપ પર છે.
આ મેચ વિનર ખેલાડી બહાર
ગુજરાત ટાઇટન્સને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે ન્યુઝીલેન્ડનો ઓલરાઉન્ડર ગ્લેન ફિલિપ્સ પીઠની ઇજાને કારણે વર્તમાન IPL સિઝનમાંથી બહાર થઈ ગયો છે. આ સમાચાર ગુજરાત ટાઇટન્સના સ્ટાર ફાસ્ટ બોલર કાગીસો રબાડાના ગયાના થોડા સમય બાદ આવ્યા છે, જે માત્ર બે મેચ રમ્યા બાદ અંગત કારણોસર સ્વદેશ પરત ફર્યો છે. મેગા ઓક્શનમાં ગુજરાતે ફિલિપ્સને રૂપિયા 2 કરોડની મૂળ કિંમતે ખરીદ્યો હતો.
IPL 2025 : આ 3 ટીમો પર તોળાઈ રહ્યો છે ખતરો, પ્લેઓફમાં પહોંચવું પણ મુશ્કેલ
SRH સામે ઈજા થઈ હતી
ફિલિપ્સનું બહાર થવું ફ્રેન્ચાઇઝી માટે મોટો ફટકો છે. 28 વર્ષીય સ્ટાર સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચ દરમિયાન અવેજી તરીકે ફિલ્ડિંગ કરતી વખતે ઇજાગ્રસ્ત થયો હતો. તેની ઈજા એટલી ગંભીર હતી કે તેણે તરત જ મેદાન છોડવું પડ્યું. તમને જણાવી દઈએ કે ગુજરાતનો આ મેચ વિનર ખેલાડી સિઝનમાં એક પણ મેચ રમ્યો નથી. જોકે, તે આવનારી મેચોમાં ટીમ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. ગુજરાતે ફિલિપ્સની ઈજાની પુષ્ટિ કરતું નિવેદન બહાર પાડ્યું હતું અને તેને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'ગુજરાત ટાઇટન્સ ગ્લેનને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવે છે.'
ફિલિપ્સ એક શાનદાર ફિલ્ડર અને બેટ્સમેન છે
ફિલિપ્સ ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન તેની શાનદાર ફિલ્ડિંગના કારણે ચર્ચામાં રહ્યો હતો. તેણે એવા ઘણા ખતરનાક કેચ કર્યા છે. આ સિવાય તે એક વિસ્ફોટક બેટ્સમેન પણ છે. તેની બેટિંગે પણ આ વર્ષની IPLમાં ચાહકોમાં ઉત્સુકતા પેદા કરી હતી. જોકે, શરૂઆતની મેચોમાં ગુજરાત દ્વારા તેને પ્લેઈંગ ઈલેવનમાં પસંદ કરવામાં આવ્યો નહોતો.
ધોનીને LBW આપવા પર વિવાદ ! DRSમાં આ વસ્તુ ક્લિયર છતાં થર્ડ અમ્પાયરે ના બદલ્યો નિર્ણય
રિપ્લેસમેન્ટ કોણ હશે ?
ફિલિપ્સના સ્થાને ગુજરાત કોને સામેલ કરશે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી. ટીમના વર્તમાન વિદેશી પ્લેયરના વિકલ્પોમાં ઈંગ્લેન્ડના વિકેટકીપર-બેટ્સમેન જોસ બટલર, વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર શેરફેન રધરફોર્ડ, દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર ગેરાલ્ડ કોએત્ઝી અને અફઘાનિસ્તાનના બોલિંગ ઓલરાઉન્ડર રાશિદ ખાન અને કરીમ જનાતનો સમાવેશ થાય છે.
વિજય રથ પર સવાર ગુજરાત
શુભમન ગિલની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સ IPL 2025ની તેમની પ્રથમ પાંચ મેચમાં ચાર જીત અને એક હાર સાથે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. તેમની આગામી મેચ 12 એપ્રિલે લખનૌ સુપર જાયન્ટ્સ સામે એકાના સ્ટેડિયમ, લખનૌ ખાતે બપોરે છે. આ પછી તેઓ 19 એપ્રિલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તેમના હોમ ગ્રાઉન્ડ પર દિલ્હી કેપિટલ્સનો સામનો કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે