Asia Cup 2023: સપ્ટેમ્બર મહિનામાં ટીમ ઇન્ડિયા એશિયા કપ 2023 માટે રમશે. એશિયા કપ 2023 નું શેડ્યુલ હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ ચર્ચાઓ છે કે આ વખતે આ ટુર્નામેન્ટ હાઈબ્રીડ મોડલમાં રમાશે. જેમાં ટીમ ઇન્ડિયા પોતાના બધા જ મેચ શ્રીલંકામાં રમશે. જોકે એશિયા કપ 2023 શરૂ થાય તે પહેલા ટીમ ઇન્ડિયા માટે એક ખુશખબરી સામે આવી છે. ટીમ ઇન્ડિયામાં એક ધુરંધર ખેલાડી ટૂંક સમયમાં જ વાપસી કરશે. જેના કારણે એશિયા કપ 2023 માં ટીમ ઇન્ડિયા વધારે મજબૂત થઈ જશે.
આ પણ વાંચો:
World Cup 2023 ના શેડ્યુલને લઈ સૌથી મોટા સમાચાર, ભારત-પાક મેચ રમાશે અમદાવાદમાં
રોહિત શર્માની ટેસ્ટ કેપ્ટનશિપ પર સંકટના વાદળો, જાણો ક્યારે હિટમેન પર લેવાશે નિર્ણય
WTC Final: સૌથી આળસુ છે કોહલી અને પુજારા! સિનિયર ખેલાડીએ કહ્યું આમના લીધે હાર્યા
ટીમ ઇન્ડિયાના બેટ્સમેન કે એલ રાહુલ ટીમ ઇન્ડિયામાં વાપસી કરી શકે છે. પગની સર્જરી પછી હવે રાહુલ ફિટ છે અને વન-ડે વર્લ્ડ કપ પહેલા સપ્ટેમ્બર મહિનામાં થનાર એશિયા કપમાં જ ટીમ ઇન્ડિયા માટે રમે તેવી શક્યતા છે. કે એલ રાહુલ ipl માં લખનઉ સુપર જાયન્ટ્સ ની કપ્તાની સંભાળે છે. આ વખતે ટી ટ્વેન્ટી લીગ દરમિયાન તે ઇજાગ્રસ્ત થયા હતા. જેના કારણે t20 પછીની ટુર્નામેન્ટ અને વર્લ્ડ ચેમ્પિયનશિપ ફાઇનલમાંથી તેને બહાર કરી અને પગની સર્જરી કરાવવાની સલાહ આપવામાં આવી હતી.
કે એલ રાહુલે બ્રિટનમાં પોતાનું સફળ ઓપરેશન કરાવ્યું છે અને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેણે આ વાતની જાણકારી પણ આપી છે. ઓપરેશન પછી તે ઘરે પરત ફરી ચૂક્યા છે. મહત્વનું છે કે કે એલ રાહુલ ટીમ ઇન્ડિયા માટે બેટિંગ કરવા ઉપરાંત ઋષભ પંતની ગેરહાજરીમાં વિકેટકીપર તરીકેની જવાબદારી પણ સંભાળે છે. તેવામાં રાહુલ હવે ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે